ચક્રવાક

ચક્રવાક (ટુકાના)

ચક્રવાક તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર ચક્રવાક જેવા આકારને મળતો આવે છે.

કઇ બાજુ દેખાશે…

સિંધુ તારામંડળ ચક્રવાક તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે ચક્રવાક તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને જલસર્પ અને વૈતરિણી નામનાં બીજાં તારામંડળ જોવા મળશે. ચક્રવાક તારામંડળની ઉત્તર બાજુએ તમને બક અને ગધ્ર્ તથા દક્ષિણ બાજુએ અષ્ટાંશ તારામંડળ જોવા મળશે.

ચક્રવાક તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે દક્ષિણ ગોળાર્ધનો ભાગ છે.

ક્યારે અને શું દેખાશે…

તે આકાશનો ૨૯૫ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૪૮ માં નંબરનું તારામંડળ છે.

Constellation Tucana

ભારતમાં આપણે આ સુંદર ચક્રવાક જેવો આકાર ધરાવતાં ચક્રવાક તારામંડળને જોઈ શકતા નથી.

તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૪૬ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો આલ્ફા ટુકાના છે.

તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૪૬ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી , તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ

જોડકાતારાઓ રૂપવિકારી (વેરીએબલ) જોડકાઅનેરૂપવિકારીતારાઓ એકતારો  (સિંગલસ્ટાર)

 

પૌરાણિક કથા…

હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.

દૂરઅવકાશી રચના…

The Toucan & the cluster || Galaxy & Globular Cluster The Toucan & the cluster || Galaxy & Globular Cluster NGC 104 || Globular Cluster NGC 104 || Globular Cluster NGC 265 || Open Cluster NGC 265 || Open Cluster

આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.

દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.

આ તારામંડળમાં ૧૨૮ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ

NGC 406 || Spiral Galaxy NGC 406 || Spiral Galaxy Small Magellanic Cloud || Dwarf Galaxy Small Magellanic Cloud || Dwarf Galaxy Tucana Dwarf galaxy || Dwarf Galaxy Tucana Dwarf galaxy || Dwarf Galaxy
  તારાવિશ્વ ખુલ્લુંતારકગુચ્છ બંધતારકગુચ્છ નિહારિકા સુપરનોવાઅવશેષ
નરીઆંખેદેખાતા સ્મોલા મેગેલેનિક ક્લાઉડ ૪૭ ટુકાના બંધતારકગુચ્છ, ૧
ટેલિસ્કોપ દ્વારા દેખાતા ૧૦
  ૧૦