ષડંશ તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર ષષ્ટાંક યંત્ર જેવા આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…
વાસુકી તારામંડળ ષડંશતારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે ષડંશતારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને ચષક નામનું બીજું તારામંડળ જોવા મળશે. ષડંશતારામંડળની ઉત્તર તથા દક્ષિણ બાજુએ તમને અનુક્રમે સિંહ તથા વાસુકી તારામંડળ જોવા મળશે.
ષડંશ તારામંડળ એ અવકાશી વિષુવવૃત્તની નજીક મા અને દક્ષિણ ધ્રુવની તરફ આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે દક્ષિણ ગોળાર્ધનો ભાગ છે.
ક્યારે અને શું દેખાશે…
તે આકાશનો ૩૧૪ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૪૭ માં નંબરનું તારામંડળ છે.
ભારતમાં આપણે આ સુંદર ષષ્ટાંક યંત્ર જેવો આકાર ધરાવતાં ષડંશતારામંડળને નવેમ્બર થી જૂન મહિના સુધી જોઇ શકીએ છીએ.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૪૦ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો આલ્ફા સેક્સ્ટેન્ટિસ છે.
તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૪૦ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
જોડકા તારાઓ |
રૂપવિકારી (વેરીએબલ) |
જોડકા અને રૂપવિકારી તારાઓ |
એકતારો (સિંગલસ્ટાર) |
૩ |
૫ |
– |
૧૨ |
પૌરાણિક કથા…
હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.
દૂરઅવકાશી રચના…
CID 42 || Quasar
CL-J10010220 || Galaxy Cluster
COSMOS field || region extensively studied by many telescopes
આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારા મંડળમાં ૧૦૫ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ
Cosmos Redshift 7 || High redshift Galaxy
NGC 3166 || Lenticular Galaxy
NGC 3169 NGC 3166 || Disturbed Galactic duo of galaxies
|
તારાવિશ્વ |
ખુલ્લુંતારકગુચ્છ |
બંધતારકગુચ્છ |
નિહારિકા |
સુપરનોવાઅવશેષ |
|
નરીઆંખેદેખાતા |
– |
– |
– |
– |
– |
|
|
ટેલિસ્કોપ દ્વારા દેખાતા |
સ્પિન્ડલ તારાવિશ્વ |
– |
– |
– |
– |
|
|
૧૯ |
– |
– |
– |
– |
|
|
|
|
૨૦ |
– |
– |
– |
– |
|
Sextans Dwarf Spheroidal || Dwarf Spheroidal Galaxy
Sextans A || Tiny Dwarf Irregular Galaxy
Sextans B || Irregular Galaxy