શિલ્પી તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર શિલ્પકાર જેવા આકારને મળતો આવે છે.
મીનસ્ય અને બક તારામંડળ શિલ્પી તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલાં છે. જો તમે શિલ્પી તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને ભઠ્ઠી નામનું બીજું તારામંડળ જોવા મળશે. શિલ્પી તારામંડળની ઉત્તર બાજુ તિમિંગલ અને કુંભ તથા દક્ષિણ બાજુએ તમને ગધ્ર્ તારામંડળ જોવા મળશે.
શિલ્પી તારામંડળ એ અવકાશીવિષુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે દક્ષિણ ગોળાર્ધનો ભાગ છે.
તે આકાશનો ૪૭૫ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૩૬ માં નંબરનું તારામંડળ છે.
ભારતમાં આપણે આ શિલ્પકાર જેવો આકાર ધરાવતાં શિલ્પી તારામંડળને મે થીજાન્યુઆરીમહિના સુધી જોઇ શકીએ છીએ.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૫૮ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો આલ્ફા સ્કલ્ટોરીસ છે.
તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૫૮ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.
દૂરઅવકાશી રચના…
Blanco 1 || Open cluster
Cartwheel Galaxy || Lenticular Ring Galaxy
ESO-540-030 || Dwarf Galaxy
આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારા મંડળમાં ૧૦૭ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ
NGC 7 || Spiral Galaxy
NGC 10 || Spiral Galaxy
NGC 24 || Spiral Galaxy
તારાવિશ્વ
ખુલ્લુંતારકગુચ્છ
બંધતારકગુચ્છ
નિહારિકા
સુપરનોવાઅવશેષ
નરીઆંખેદેખાતા
–
–
–
–
–
ટેલિસ્કોપદ્વારાદેખાતા
૧૯
–
–
૧
–
૧૯
–
–
૧
–
The Whale Galaxy or NGC 55 || Spiral Galaxy
NGC 134 || Spiral Galaxy
NGC 288 || Globular Cluster