વાસુકી (હાઇડ્રા)
ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર પાણી નો સર્પ જેવા આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…એકશ્રુંગી તારામંડળ વાસુકી તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે વાસુકી તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને તુલા નામનું બીજું તારામંડળ જોવા મળશે. વાસુકી તારામંડળની ઉત્તર બાજુ કન્યા, હસ્ત, ચષક, કર્ક અને ષડંશ તથા દક્ષિણ બાજુએ તમને વાતપૂરક, હોકાયંત્ર, નૌપ્રુષ્ટ અને નરાષ્વ તારામંડળ જોવા મળશે.
વાસુકી તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે દક્ષિણ ગોળાર્ધનો ભાગ છે.
ક્યારે અને શું દેખાશે…વાસુકી તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે દક્ષિણ ગોળાર્ધનો ભાગ છે.
તે આકાશનો ૧૩૦૩ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ પ્રથમ નંબરનું તારામંડળ છે.
ભારતમાં આપણે આ પાણી નો સર્પ જેવો આકાર ધરાવતાં વાસુકી તારામંડળને જાન્યુઆરી થી જૂન મહિના સુધી જોઇ શકીએ છીએ.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૨૪૪ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો આલ્ફાર્ડ છે. આ તારાનું ભારતીય નામ એકાકી છે.
તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૨૪૪ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
જોડકા તારાઓ | રૂપવિકારી (વેરીએબલ) | જોડકા અને રૂપવિકારી તારાઓ | એક તારો (સિંગલ સ્ટાર) |
૫ | યુકદાહ | એકાકી | ઝાંગ |
– | ૧ | અશ્લેષા | મિંચિર |
– | – | ૩ | ૬ |
૫ | ૨ | ૫ | ૮ |
હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.
દૂરઅવકાશી રચના…
આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારા મંડળમાં ૩૫૦ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ
NGC 68 || Galaxy Clusterતારાવિશ્વ | ખુલ્લું તારકગુચ્છ | બંધ તારકગુચ્છ | નિહારિકા | સુપરનોવા અવશેષ | ||
નરીઆંખે દેખાતા | – | M ૪૮ | – | – | – | |
ટેલિસ્કોપ દ્વારા દેખાતા | M ૮૩ | – | M ૬૮ | ૧ | – | |
૧૫ | – | ૧ | – | – | ||
૧૬ | ૧ | ૨ | ૧ | – |