મિથુન (જેમિની)
મિથુન તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર જોડકા જેવા આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…મ્રુગ અને વ્રુષભ તારામંડળ મિથુન તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલાં છે. જો તમે મિથુન તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને કર્ક નામનું બીજું તારામંડળ જોવા મળશે. મિથુન તારામંડળની ઉત્તર બાજુ બિડાલ અને બ્રહ્મ મંડલ તથા દક્ષિણ બાજુએ તમને શુનિ અને એકશ્રુંગી તારામંડળ જોવા મળશે.
મિથુન તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને ઉત્તર ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે.
ક્યારે અને શું દેખાશે…તે આકાશનો ૫૧૪ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૩૦ માં નંબરનું તારામંડળ છે.
આ તારામંડળ રાશિચક્ર પર આવેલું છે. તે રાશિચક્રમાં ત્રીજી રાશિ છે. આ તારામંડળમાં સૂર્ય ૨૦ મે થી ૨૧ જૂન દરમિયાન પ્રવેશ કરે છે. ભારતમાં, આ તારામંડળ સપ્ટેમ્બર થી મે મહિના દરમિયાન સારી રીતે જોવા મળે છે.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૧૨૩ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો કેસ્ટર છે. આ તારાનું ભારતીય નામ પુનર્વસુ છે.
તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૧૨૩ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
જોડકા તારાઓ | રૂપવિકારી (વેરીએબલ) | જોડકા અને રૂપવિકારી તારાઓ | એક તારો (સિંગલ સ્ટાર) |
અલહેન | અલ્ઝીર | પોલક્સ | ૧ |
વાસત | – | કૅસ્ટર | – |
૫ | – | તેજત | – |
– | – | મેંબસુતા | – |
– | – | પ્રોપસ | – |
– | – | મેકબૂડા | – |
– | – | ૬ | – |
૭ | ૧ | ૧૧ | ૧ |
હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.
દૂરઅવકાશી રચના…
NGC 2371 || Dual Lobed Planetary Nebula Geminga || Neutron Star Jellyfish Nebula or IC 443 || Supernova Remanantઆપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારામંડળમાં ૧૦૬ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ
Medusa Nebula || Planetary Nebula Eskimo Nebula or NGC 2392 || Bipolar Double Shell Planetary Nebula M35 or NGC 2168 || Open Clusterતારાવિશ્વ | ખુલ્લું તારકગુચ્છ | બંધ તારકગુચ્છ | નિહારિકા | સુપરનોવા અવશેષ | ||
નરીઆંખે દેખાતા | – | M ૩૫ | – | – | – | |
ટેલિસ્કોપ દ્વારા દેખાતા | ૬ | ૯ | – | ૩ | ૧ | |
૬ | ૧૦ | – | ૩ | ૧ |