કેશ

કેશ (કોમા બર્નેસિસ)

કેશ તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે,ત્યારે તેનો આકાર વાળ જેવા આકારને મળતો આવે છે.

કઇ બાજુ દેખાશે…

સપ્તઋષિ તથા સિંહ તારામંડળ કેશ તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે કેશ તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને ભૂતેષ નામનું બીજું તારામંડળ જોવા મળશે. કેશ તારામંડળની ઉત્તર તથા દક્ષિણ બાજુએ તમને અનુક્રમે મ્રૂગયાશુન તથા કન્યા તારામંડળ જોવા મળશે.

કેશ તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને ઉત્તર ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે.

તે આકાશનો ૩૮૬ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૪૨ માં નંબરનું તારામંડળ છે.

ક્યારે અને શું દેખાશે…

ભારતમાં આપણે આ સુંદર વાળ જેવો આકાર ધરાવતાં કેશ તારામંડળને ઓગસ્ટ મહિના થી એપ્રિલથ મહિના સુધી જોઇ શકીએ છીએ.

તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૭૦ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા , નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો બીટા કોમા બર્નેસિસ છે.

તારામંડળ એ એકલાં , જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૭૦ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી , તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ

 

જોડકા તારાઓ રૂપવિકારી (વેરીએબલ) જોડકા અને રૂપવિકારી તારાઓ એક તારો  (સિંગલ સ્ટાર)
ડીઆડમ

 

પૌરાણિક કથા…

હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.

દૂરઅવકાશી રચના…

Coma Cluster or NGC 4889 || Supergiant Elliptical Galaxy Coma Cluster or NGC 4889 || Supergiant Elliptical Galaxy Coma Cluster of galaxies || NGC 4911 || Radio galaxy Coma Cluster of galaxies || NGC 4911 || Radio galaxy Coma Star Cluster or Melotte 111 || Open Cluster Coma Star Cluster or Melotte 111 || Open Cluster

આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.

દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.

આ તારા મંડળમાં ૧૦૧૯ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ

 

M53 or NGC 5024 || Globular Cluster M53 or NGC 5024 || Globular Cluster M85 or NGC 4394 || Lenticular or elliptical galaxy M85 or NGC 4394 || Lenticular or elliptical galaxy M88 or NGC 4501 || Spiral Galaxy M88 or NGC 4501 || Spiral Galaxy
  તારાવિશ્વ ખુલ્લું તારકગુચ્છ બંધ તારકગુચ્છ નિહારિકા સુપરનોવા અવશેષ
નરીઆંખે દેખાતા
ટેલિસ્કોપ દ્વારા દેખાતા ૧૦
M ૮૫ M ૫૩
M ૯૯ (કોમા પિનવિલ)
એમ્બ્રેલા તારાવિશ્વ
M ૬૪ (બ્લેક આઈ તારાવિશ્વ)
M ૧૦૦
M ૯૮
  ૧૭
M91 or NGC 4548 || Spiral Galaxy M91 or NGC 4548 || Spiral Galaxy M98 or NGC 4192 || Barred Spiral Galaxy M98 or NGC 4192 || Barred Spiral Galaxy M99 or NGC 4254 || Spiral Galaxy M99 or NGC 4254 || Spiral Galaxy