વ્રૂષપર્વા

વ્રૂષપર્વા (સિફિયસ)

વ્રૂષપર્વા તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે , જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે ,ત્યારે તેનો આકાર રાજા જેવા આકારને મળતો આવે છે.

કઇ બાજુ દેખાશે…

કાલીય તારામંડળ વ્રૂષપર્વા તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે વ્રૂષપર્વા તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને શર્મિષ્ઠા તથા જીરાફ નામનાં તારામંડળ જોવા મળશે. વ્રૂષપર્વા તારામંડળની ઉત્તરમાં સપ્તઋષિ તથા દક્ષિણ બાજુએ તમને શરટ તથા હંસ તારામંડળ જોવા મળશે.

વ્રૂષપર્વા તારામંડળ એ ઉત્તર ધ્રુવની નજિક આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે.

તે આકાશનો ૫૮૮ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૨૭ માં નંબરનું તારામંડળ છે.

ક્યારે અને શું દેખાશે…

ભારતમાં આપણે આ રાજા જેવો આકાર ધરાવતાં વ્રૂષપર્વા તારામંડળને જાન્યુઆરી મહિના થી ઓગસ્ટ મહિના સુધી જોઇ શકીએ છીએ.

તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૧૫૩ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો અલડેરામીન છે.

તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૧૫૩ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી , તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ

જોડકાતારાઓ રૂપવિકારી (વેરીએબલ) જોડકા અને રૂપવિકારી તારાઓ એકતારો(સિંગલસ્ટાર)
કુરહઃ એરાઇ અલદ્રામીન
અલ્ફિર્ક
પૌરાણિક કથા…

હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.

દૂરઅવકાશી રચના…

Fireworks Galaxy or NGC 6946 || Spiral Galaxy Fireworks Galaxy or NGC 6946 || Spiral Galaxy NGC 188 || Open Cluster NGC 188 || Open Cluster NGC 7142 || Open Cluster NGC 7142 || Open Cluster NGC 7538 || Diffuse Nebula NGC 7538 || Diffuse Nebula

આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.

દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.

આ તારા મંડળમાં ૪૫ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ

NGC 7129 || Reflection Nebula NGC 7129 || Reflection Nebula Iris Nebula or NGC 7023 || Reflection Nebula Iris Nebula or NGC 7023 || Reflection Nebula Wizard Nebula or NGC 7380 || Emission Nebula of open CLuster Wizard Nebula or NGC 7380 || Emission Nebula of open CLuster

તારાવિશ્વ

ખુલ્લુંતારકગુચ્છ

બંધતારકગુચ્છ

નિહારિકા

સુપરનોવાઅવશેષ

નરીઆંખે દેખાતા

ટેલિસ્કોપ દ્વારા દેખાતા

બો ટાઇ નિહારિકા

 

ટ્રાઇસ નિહારિકા