મ્રૂગયાશુન

મ્રૂગયાશુન (કેન્સ વેનાટિસી)

મ્રૂગયાશુન તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે , જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે ,ત્યારે તેનો આકાર  શિકારી શ્વાન જેવા આકારને મળતો આવે છે.

Source: Orion Bear Astronomy કઇ બાજુ દેખાશે…

તારામંડળ મ્રૂગયાશુન તારામંડળનાં પશ્ચિમ ભાગમાં સપ્તઋષિ તારામંડળ આવેલું છે. જો તમે મ્રૂગયાશુન તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને ભૂતેષ નામનું બીજું તારામંડળ જોવા મળશે. મ્રૂગયાશુન તારામંડળની ઉત્તર તથા દક્ષિણ બાજુએ તમને અનુક્રમે સપ્તઋષિ તથા કેશ તારામંડળ જોવા મળશે.

મ્રૂગયાશુન તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને ઉત્તર ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે.

તે આકાશનો ૪૬૫ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૩૮ માં નંબરનું તારામંડળ છે.

ક્યારે અને શું દેખાશે…

આપણે આ શિકારી શ્વાન જેવો આકાર ધરાવતાં મ્રૂગયાશુન તારામંડળને, ભારતમાં, ડિસેમ્બર થી ઓગસ્ટ મહિનામાં સૌથી સારી રીતે જોઇ શકાય છે.

તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૬૧ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા , નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો કોર કેરોલી છે.

તારામંડળ એ એકલાં , જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે.

આ ૬૧ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ

જોડકા તારાઓ (ડબલ સ્ટાર) રૂપવિકારી (વેરીબલ) જોડકા અને રૂપવિકારી તારાઓ એક તારો  (સિંગલ સ્ટાર)
કારા કોર કેરોલી
લા સુપરબા
 ૭
પૌરાણિક કથા…

હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.

દૂરઅવકાશી રચના…

Cocoon-Galaxy Hockey-Stick-Galaxies IC-883

આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.

દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.

આ તારા મંડળમાં ૫૧૧ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે.

આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ

Messier-94 Messier-94-NGC-4736 NGC 68
તારાવિશ્વ ખુલ્લુંતારકગુચ્છ બંધતારકગુચ્છ નિહારિકા સુપરનોવાઅવશેષ
નરીઆંખે દેખાતા M ૩
ટેલિસ્કોપ દ્વારા દેખાતા M૯૪ (ક્રોક ની આંખ તારાવિશ્વ)
M૧૦૬
M૫૧ (વર્લપૂલ તારાવિશ્વ)
M૬૩ (સનફ્લાવર તારાવિશ્વ)
વ્હેલ તારાવિશ્વ
૧૪
૧૯    ૧
Messier-106 NGC-4151 NGC-4183