જીરાફ (કેમેલીઓ પારડીઓલિસ)
જીરાફ તારામંડળ, હિન્દુ સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે ,ત્યારે તેનો આકાર જીરાફ જેવા આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…શર્મિષ્ઠા અને યયાતિ, જે તારામંડળ જીરાફ તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે જીરાફ તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને કાલીય અને સપ્તઋષિ નામના બિજા તારામંડળ જોવા મળશે. જીરાફ તારામંડળની ઉત્તર બાજુએ તમને અનુક્રમે વ્રૂષપર્વા તથા ધ્રુવમત્સ્ય અને દક્ષિણ બાજુએ બિડાલ તથા બ્રહ્મમંડળ તારામંડળ જોવા મળશે.
જીરાફ તારામંડળ ઉત્તર ધ્રુવની પાસે આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે.
તે આકાશનો ૭૫૭ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૧૮ માં નંબરનું તારામંડળ છે.
ક્યારે અને શું દેખાશે…ભારતમાં આપણે આ સુંદર જીરાફ જેવો આકાર ધરાવતાં જીરાફ તારામંડળને
ઓગસ્ટ થી એપ્રિલ મહિનામાં સૌથી સારી રીતે જોઇ શકાય છે.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૧૫૬ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા , નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો બીટા કૅમૅલોપારદલીસ છે.
તારામંડળ એ એકલાં , જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે.
આ ૧૫૬ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી , તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
જોડકા તારાઓ | રૂપવિકારી (વેરીએબલ) | જોડકા અને રૂપવિકારી તારાઓ | એક તારો (સિંગલ સ્ટાર) |
૬ | ૩ | ૫ | ૬ |
પૌરાણિક કથા…
હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.
દૂરઅવકાશી રચના…
IC 342 || Hidden Galaxy || Intermediate Spiral Galaxy NGC 2403 || Intermediate Spiral Galaxy NGC 1569 || Dwarf Irregular Galaxy NGC 2366 || Magellanic barred irregular dwarf galaxyઆપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારા મંડળમાં ૮૧ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે.
આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ
તારાવિશ્વ | ખુલ્લું તારકગુચ્છ | બંધ તારકગુચ્છ | નિહારિકા | સુપરનોવા અવશેષ | ||
નરીઆંખે દેખાતા | – | – | – | – | – | |
ટેલિસ્કોપ દ્વારા દેખાતા | ૧૬ | ૨ | – | ૨ | – | |
૧૬ | ૨ | – | ૨ | – |