ભૂતેષ

ભૂતેષ (બુટિસ)

ભૂતેષ તારામંડળ, હિન્દુ સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે ,ત્યારે તેનો આકાર પશુપાલન જેવા આકારને મળતો આવે છે.

કઇ બાજુ દેખાશે…

આ તારામંડળની પશ્ચિમમાં કેશ અને મ્રૂગયાશુન, પૂર્વે ઉત્તર કિરીટ (મુકુટ), શૌરી અને સર્પ

તારામંડળો આવેલા છે, જયારે ઉત્તરે સપ્તઋષિ અને કાલીય, અને દક્ષિણે કન્યા રાશિ આવેલા છે. ભૂતેષ તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને ઉત્તર ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે.

તે આકાશનો ૯૦૭ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૧૩ માં નંબરનું તારામંડળ છે.

ક્યારે અને શું દેખાશે…

ભારતમાં, આ તારામંડળને ડિસેમ્બર અને ઓગસ્ટ મહિનામાં સૌથી સારી રીતે જોઇ શકાય છે.

તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૧૫૧ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા , નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો આરકત્રસ છે. જેનો સમાવેશ નક્ષત્રમા થાય છે. તે સ્વાતી નક્ષત્ર તરીકે જાણીતો છે.

તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે.

આ ૧૫૧ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી , તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ

 

જોડકા તારાઓ રૂપવિકારી (વેરીએબલ) જોડકા અને રૂપવિકારી તારાઓ એક તારો  (સિંગલ સ્ટાર)
મફરીડ સ્વાતી સેજિનસ
ઇઝાર ઝૂએન્ગ એલ્ક લૂરોપ્સ
નેક્કર ૧૦
૧૨

 

પૌરાણિક કથા…

આપણા ઋષિમુનિઓ અને બીજા તત્વવિદ્દો એ જ્યારે આ પ્રથમવાર નીહાળ્યું હશે ત્યારે પશુપાલક જેવો આકાર દેખાયો હશે. તેની સાથે થોડી લોકવાયકાઓ અને વાતો જોડાયેલી છે. જેમાંની એક પ્રચલિત કથા પ્રમાણે, ચાતક નામનાં પક્ષીની તરસ આખી પૃથ્વી પરનાં કોઇપણ જળથી છીપાતી નથી. તેથી તે વર્ષા ઋતુની રાહ જોઇને હંમેશા પોતાની ચાંચ ખુલ્લી રાખીને બેસે છે. જ્યારે  સ્વાતિ નક્ષત્રમાં પડી રહેલા વરસાદનું ટીંપું તેનાં મોંઢામાં પડે છે ત્યારે તેની  તરસ છીપાય છે.

દૂરઅવકાશી રચના…


આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.

દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.

આ તારા મંડળમાં ૫૦૯ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે.

આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ


 

M38 or NGC 1912 || Open Star Cluster M38 or NGC 1912 || Open Star Cluster Bootes Dwarf Galaxy Bootes Dwarf Galaxy Bootes void || Spherical Region of space Bootes void || Spherical Region of space NGC 5466 || Globular Cluster NGC 5466 || Globular Cluster
તારાવિશ્વ ખુલ્લું તારકગુચ્છ બંધ તારકગુચ્છ નિહારિકા સુપરનોવા અવશેષ
નરીઆંખે દેખાતા
ટેલિસ્કોપ દ્વારા દેખાતા ૧૯
૧૯