બ્રહ્મમંડળ (ઓરિગા)
બ્રહ્મમંડળ તારામંડળ, ગ્રીક સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર સારથી જેવા આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…યયાતિ તારામંડળ બ્રહ્મમંડળ તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે
બ્રહ્મમંડળ તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને મિથુન નામનું બીજું તારામંડળ જોવા મળશે. એની ઉત્તર તથા દક્ષિણ બાજુએ તમને અનુક્રમે બિડાલ તથા વૃષભ તારામંડળ જોવા મળશે. સ્ટાર એલનાથ, કાલ્પનિક સારથી બ્રહ્મમંડળ સાથે વૃષભ તારામંડળનો પણ ભાગ છે, જે બ્રહ્મમંડળનાં દક્ષિણ ભાગમાં આવેલું છે.
બ્રહ્મમંડળ તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને ઉત્તર ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે.
તે આકાશનો ૬૫૭ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૨૧ માં નંબરનું તારામંડળ છે.
ક્યારે અને શું દેખાશે…આપણે આ સુંદર સારથી જેવો આકાર ધરાવતાં બ્રહ્મમંડળ તારામંડળને
ભારતમાંથી ઓગસ્ટ થી એપ્રિલ સુધી જોઇ શકીએ છીએ.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૧૫૯ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા , નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો કેપેલા છે. આ તારાનું ભારતીય નામ બ્રહ્મહ્રદય છે.
તારામંડળ એ એકલાં , જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે.
આ ૧૫૯ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી , તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
જોડકા તારાઓ | રૂપવિકારી (વેરીએબલ) | જોડકા અને રૂપવિકારી તારાઓ | એક તારો (સિંગલ સ્ટાર) |
અલનાથ | હસાલેહ | બ્રહ્મહ્રદય, | ૪ |
૪ | સેકલતાની | મહાસીમ | – |
– | હેડસ | અલમાઝ | – |
– | ૩ | મેનકાલિનન | – |
– | – | ૧ | – |
૫ | ૬ | ૫ | ૪ |
પૌરાણિક કથા…
આપણા ઋષિમુનિઓ અને બીજા તત્વવિદ્દો એ જ્યારે આ પ્રથમવાર નીહાળ્યું હશે
ત્યારે સારથી જેવો આકાર દેખાયો હશે . તેની સાથે થોડી લોકવાયકાઓ અને વાતો જોડાયેલી છે. જેમાની એક કથા પ્રમાણે આ તારામંડળને ભગવાન સૂર્યનાં સાત ઘોડાવાળા રથનાં સારથી કે જેમનું નામ અરુણ છે, તેમની સાથે સરખાવવામાં આવે છે.
દૂરઅવકાશી રચના…
IC 410 || Emission Nebula IC 405 || Flaming Star Nebula || Emission and Reflection Nebula M36 or NGC 1960 || Open Clusterઆપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારા મંડળમાં ૩૭ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે.
આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ
M37 or NGC 2099 || Richest & brightest Open Cluster M38 or NGC 1912 || Open Star Cluster
તારાવિશ્વ | ખુલ્લું તારકગુચ્છ | બંધ તારકગુચ્છ | નિહારિકા | સુપરનોવા અવશેષ | ||
નરીઆંખે દેખાતા | – | M36 | – | – | – | |
– | M37 | – | – | – | ||
– | M38 | – | – | – | ||
– | ૧ | – | – | – | ||
ટેલિસ્કોપ દ્વારા દેખાતા | ૨ | ૮ | – | ફ્લેમઈંગ સ્ટાર નિહારિકા | – | |
– | – | – | ૪ | – | ||
૨ | ૧૨ | – | ૫ | – |