કુંભ – એક્વીરીસ
કુંભ તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે , જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે , ત્યારે તેનો આકાર પાણી ના ઘડા જેવાં આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…મકર તારામંડળ એ કુંભ તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે કુંભ તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને મીન
અને તિમિંગલ નામનાં તારામંડળ જોવા મળશે. કુંભ તારામંડળની ઉત્તર બાજુએ તમને અષ્વક તથા દક્ષિણ બાજુએ મીનસ્ય તારામંડળ જોવા મળશે.
કુંભ તારામંડળ એ દક્ષિણ ગોળાર્ધનું તારામંડળ છે.
તે આકાશનો ૯૮૦ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૧૦ માં નંબરનું તારામંડળ છે.
ક્યારે અને શું દેખાશે…આ તારામંડળ રાશિચક્ર પર આવેલું છે. તે રાશિચક્રમાં ૧૧ મી રાશિ છે. આ તારામંડળમાં સૂર્ય ૨૧ જાન્યુઆરી થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન પ્રવેશ કરે છે. ભારતમાં, આ તારામંડળ એપ્રિલ થી જૂન
મહિના દરમિયાન સારી રીતે જોવા મળે છે.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૧૬૯ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા , નરીઆંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ પૈકી જે સૌથી તેજસ્વી તારો છે તેનું નામ બીટા અક્યુરી છે. આ તારામંડળનો લેમ્બડા- અક્યુરી તારો સત્ભિષ નક્ષત્ર તરીકે પણ ઓળખાય છે.
તારામંડળ એ એકલાં , જોડકાં (દેખીતા અને ખરેખર), સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે.
આ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી , તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
| જોડકા તારાઓ (ડબલ સ્ટાર) | રૂપવિકારી (વેરીએબલ) | જોડકા અને રૂપવિકારી તારાઓ | એક તારો (સિંગલ સ્ટાર) |
| સદાલસુદ | સ્કાત | સદાચબીઆ | અલબાલી |
| સદેલમેલીક | ૪ | ૧ | આંચ |
| ૪ | – | – | ૭ |
| ૬ | ૫ | ૨ | ૯ |
ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે , એવું કહેવાય છે કે જ્યારે ઋષિમુનિઓ અને તત્વવિદ્દોએ કુંભ
તારામંડળને પ્રથમવાર નીહાળ્યું હશે ત્યારે તેમને તેનો આકાર એકકલ્પનારુપી પાણીનાં કળશ છે, તેવું લાગ્યું હશે . જેનું નામ તેમનાં દ્વારા કુંભ રાખવામાં આવ્યું. એક પ્રાચીન કથા અનુસાર આ તારામંડળને સમુદ્રમંથન સાથે સાંકળવામાં આવ્યું છે.
દૂરઅવકાશી રચના…
Aquarius Dwarf || Dwarf irregular galaxy
NGC 7525 || Atomd for Peace Galaxy || Result of 2 interacting galaxies
NGC 7293 || Helix Nebula || Planetary Nebulaઆપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારામંડળમાં ૨૫૭ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ
M2 or NGC 7089 || Globular cluster
Messier 72 or NGC 6981 || Globular Cluster
NGC 7009 || Saturn Nebula || Planetary Nebula| તારાવિશ્વ | ખુલ્લું તારકગુચ્છ | બંધ તારકગુચ્છ | નિહારિકા | સુપરનોવા અવશેષ | ||
| નરીઆંખે દેખાતા | – | – | – | – | – | |
| ટેલિસ્કોપ દ્વારા દેખાતા | ૧૪ | – | M2 | NGC 7293 (હેલિક્સ નિહારિકા) | – | |
| – | – | M72 | NGC 7009 (સેટર્ન નિહારિકા) | – | ||
| – | – | ૧ | – | – | ||
| ૧૪ | – | ૩ | ૨ | – |