સિંહ (લીઓ)
સિંહ તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર સિંહ જેવા આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…કર્ક તારામંડળ સિંહ તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે સિંહ તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને કન્યા નામનું બીજું તારામંડળ જોવા મળશે. સિંહ તારામંડળની ઉત્તર બાજુ લઘુસિંહ (સિંહિંકા) અને સપ્તઋષિ તથા દક્ષિણ બાજુએ તમને ષડંશ અને ચષક તારામંડળ જોવા મળશે.
સિંહ તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને ઉત્તર ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે.
તે આકાશનો ૯૪૭ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૧૨ માં નંબરનું તારામંડળ છે.
ક્યારે અને શું દેખાશે…આ તારામંડળ રાશિચક્ર પર આવેલું છે. તે રાશિચક્રમાં ૫ મી રાશિ છે. આ તારામંડળમાં સૂર્ય જુલાઈ ૨૨ થી ઓગસ્ટ ૨૨ દરમિયાન પ્રવેશ કરે છે. ભારતમાં, આ તારામંડળ નવેમ્બર થી જૂન મહિના દરમિયાન સારી રીતે જોવા મળે છે.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૧૨૯ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો રેગ્યુલસ છે. આ તારાનું ભારતીય નામ માઘ છે કે જે એક નક્ષત્ર પણ છે. પૂર્વા ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની એ જ લીઓ તારમંડળના અન્ય બે નક્ષત્ર છે. ઉત્તરા ફાલ્ગુનીનું બીજું નામ ડેનોબોલા છે.
તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૧૨૯ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
જોડકા તારાઓ | રૂપવિકારી (વેરીએબલ) | જોડકા અને રૂપવિકારી તારાઓ | એક તારો (સિંગલ સ્ટાર) |
સુબ્રા | સેરટન | માઘ | ૩ |
૩ | અલ્ટરફ | ઉત્તરા ફાલ્ગુની | – |
– | ૨ | ઝોંસમાં | – |
– | – | એલ્ગીએબા | – |
– | – | અધાફેરા | – |
– | – | ૪ | – |
૪ | ૪ | ૯ | ૩ |
હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.
દૂરઅવકાશી રચના…



આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારા મંડળમાં ૮૩૨ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ



તારાવિશ્વ | ખુલ્લું તારકગુચ્છ | બંધ તારકગુચ્છ | નિહારિકા | સુપરનોવા અવશેષ | ||
નરીઆંખે દેખાતા | – | – | – | – | – | |
ટેલિસ્કોપ દ્વારા દેખાતા | M૬૬ લીઓ ટ્રિપ્લેટ | – | – | – | – | |
M૯૫ | – | – | – | – | ||
M૬૫ લીઓ ટ્રિપ્લેટ | – | – | – | – | ||
M૯૬ | – | – | – | – | ||
M૧૦૫ | – | – | – | – | ||
૧૫ | – | – | – | – | ||
૨૦ | – | – | – | – |


