સર્પધર તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર સર્પ ધારણ કરનાર જેવા આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…સર્પ કપૂટ તારામંડળ સર્પધર તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે સર્પધર તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો
તો તમને સર્પ કોડા નામનુ બીજું તારામંડળ જોવા મળશે. સર્પધર તારામંડળની ઉત્તર બાજુ શૌરી તથા દક્ષિણ બાજુએ તમને વ્રુષ્ચિક તારામંડળ જોવા મળશે.
સર્પધર તારામંડળ એ અવકાશી વિષુવવૃત્તના અડધા ઉપર અને અડધા નીચે આવેલું છે.
ક્યારે અને શું દેખાશે…તે આકાશનો ૯૪૮ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૧૧ માં નંબરનું તારામંડળ છે.
ભારતમાં આપણે આ સુંદર સર્પ ધારણ કરનાર જેવો આકાર ધરાવતાં સર્પધર તારામંડળને ફેબ્રુઆરી થી સપ્ટેમ્બર મહિના સુધી જોઇ શકીએ છીએ.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૧૭૫ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો રસલહેગ છે.
તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૧૭૫ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
જોડકા તારાઓ | રૂપવિકારી (વેરીએબલ) | જોડકા અને રૂપવિકારી તારાઓ | એક તારો (સિંગલ સ્ટાર) |
સાબિક | ૬ | રસલહેગ | સેબલરાઈ |
એડ પોસ્ટેરિઓર | – | એડ પ્રિઓર | ૩ |
૫ | – | માર્ફિક | – |
૭ | ૬ | ૩ | ૪ |
પૌરાણિક કથા…હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.
દૂરઅવકાશી રચના…

Barnard 68 || Dark Absorption Nebula || Bok Globule

Dark Horse Nebula || Dark Nebula

IC 4603 || Reflection Nebula & IC 4604 || Dark Nebula
આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારા મંડળમાં ૬૭ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ

IC 4665 || Open Cluster

Little Ghost Nebula or NGC 6369 || Planetary Nebula

M9 or NGC 6333 || Globular Cluster
| તારાવિશ્વ | ખુલ્લુંતારકગુચ્છ | બંધતારકગુચ્છ | નિહારિકા | સુપરનોવાઅવશેષ |
નરીઆંખે દેખાતા | – | ૨ | M ૧૦ | ઓફિઊંચી નિહારિકા | – |
– | – | M ૧૯ | – | – |
– | – | M ૧૪ | – | – |
– | – | M ૧૨
ગેમ્બલ તારાગુચ્છ | – | – |
ટેલિસ્કોપ દ્વારા દેખાતા | – | – | M ૬૨
ફ્લીન્કરિંગ બંધ તારાગુચ્છ | ૧ | – |
– | – | M ૯ | – | – |
– | – | M ૧૦૭ | – | – |
– | – | ૯ | – | – |
| – | ૨ | ૧૬ | ૨ | – |

M10 or NGC 6254 || Globular Cluster

M12 or NGC 6218 || Globular Cluster

M14 or NGC 6402 || Globular Cluster