શૌરી

શૌરી (હર્ક્યુલસ)

શૌરી તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર મજબૂત માણસ જેવા આકારને મળતો આવે છે.

કઇ બાજુ દેખાશે…

ઉત્તર કિરીટ (મુકુટ) અને સર્પ તારામંડળ શૌરી તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલાં છે. જો તમે શૌરી તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને વીણા,લોમેશ અને શર નામનાં બીજાં તારામંડળ જોવા મળશે. શૌરી તારામંડળની ઉત્તર બાજુ કાલીય તથા દક્ષિણ બાજુએ તમને સર્પધર તારામંડળ જોવા મળશે.

શૌરી તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને ઉત્તર ધ્રુવની મધ્યમાં આવેલું છે. આ કારણે તે સમગ્ર રીતે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે.

ક્યારે અને શું દેખાશે…

તે આકાશનો ૧૨૨૫ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૫ માં નંબરનું તારામંડળ છે.

 

ભારતમાં આપણે આ મજબૂત માણસ જેવો આકાર ધરાવતાં શૌરી તારામંડળને ફેબ્રુઆરી થી સપ્ટેમ્બર મહિના સુધી જોઇ શકીએ છીએ.

તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૨૫૯ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો કોર્નેફૉરૉસ છે.

તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૨૫૯ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ

 

જોડકા તારાઓ રૂપવિકારી (વેરીએબલ) જોડકા અને રૂપવિકારી તારાઓ એક તારો  (સિંગલ સ્ટાર)
કોર્નેફૉરૉસ
સરિન
રસાલગેથી
૧૧
પૌરાણિક કથા…

હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.

દૂરઅવકાશી રચના…

Abell 2199 || Galaxy Cluster Abell 2199 || Galaxy Cluster Abel 39 || Planetary Nebula Abel 39 || Planetary Nebula Arp 272 || pair of interacting galaxies Arp 272 || pair of interacting galaxies

આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.

દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.

આ તારા મંડળમાં ૩૧૧ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ

Hercules Cluster or Abell 2151 || Cluster of Galaxies Hercules Cluster or Abell 2151 || Cluster of Galaxies Hercules A || Radio Source from Galaxy 3C 348 Hercules A || Radio Source from Galaxy 3C 348 M13 or Hercules Globular Cluster || Great Globular Cluster M13 or Hercules Globular Cluster || Great Globular Cluster
  તારાવિશ્વ ખુલ્લું તારકગુચ્છ બંધ તારકગુચ્છ નિહારિકા સુપરનોવા અવશેષ
નરીઆંખે દેખાતા M ૧૩ હર્ક્યુલસ બંધતારકગુચ્છ
M92
ટેલિસ્કોપ દ્વારા દેખાતા 14 1 3
  14 3 3
M92 or NGC 6341 || Globular Cluster M92 or NGC 6341 || Globular Cluster NGC 6166 || Elliptical Galaxy NGC 6166 || Elliptical Galaxy NGC 6210 || Planetary Nebula NGC 6210 || Planetary Nebula