શર્મિષ્ઠા (કેસિઓપિયા)
શર્મિષ્ઠા તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે , જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવ, ત્યારે તેનો આકાર રાણી જેવા આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…શરટ તારામંડળ શર્મિષ્ઠા તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે.
જો તમે શર્મિષ્ઠા તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને જીરાફ તથા યયાતિ નામનું બીજું તારામંડળ જોવા મળશે. શર્મિષ્ઠા તારામંડળની ઉત્તર તથા દક્ષિણ બાજુએ તમને અનુક્રમે વ્રૂષપર્વા તથા દેવ્ચાની તારામંડળ જોવા મળશે.
શર્મિષ્ઠા તારામંડળ એ ઉત્તર ધ્રુવ તરફ આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે.
તે આકાશનો ૫૯૮ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૨૫ માં નંબરનું તારામંડળ છે.
ક્યારે અને શું દેખાશે…આપણે આ સુંદર રાણી જેવો આકાર ધરાવતાં શર્મિષ્ઠા તારામંડળને ભારત માંથી ફેબ્રુઆરી મહિના થી સપ્ટેમ્બર મહિના સુધી જોઇ શકીએ છીએ.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૧૬૦ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા , નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો સેડર છે.
તારામંડળ એ એકલાં , જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે.
આ ૧૬૦ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી , તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
જોડકા તારાઓ (ડબલ સ્ટાર) | રૂપવિકારી (વેરીબલ) | જોડકા અને રૂપવિકારી તારાઓ | એક તારો (સિંગલ સ્ટાર) |
અચિર્દ | ફુલુ | શેડર | કેસ્ટલા |
૨ | ૩ | ઋષબ | ૨ |
– | – | કેફ | – |
– | – | ૬ | – |
૩ | ૪ | ૯ | ૪ |
હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.
દૂરઅવકાશી રચના…



આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારા મંડળમાં ૫૬ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે.
આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ




તારાવિશ્વ | ખુલ્લુંતારકગુચ્છ | બંધતારકગુચ્છ | નિહારિકા | સુપરનોવાઅવશેષ | |
નરીઆંખે દેખાતા | – | ૩ | – | ૨ | – |
ટેલિસ્કોપ દ્વારા દેખાતા | – | આઉલ તારકગુચ્છ | – | – | – |
– | M ૫૨ | – | – | – | |
– | M ૧૦૩ | – | – | – | |
– | ૧૦ | – | – | – | |
– | ૧૬ | – | ૨ | – |