વ્રુષ્ચિક તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર કરચલો જેવા આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…તુલા તારામંડળ વ્રુષ્ચિક તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે વ્રુષ્ચિક તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો
તમને ધનુ નામનું બીજું તારામંડળ જોવા મળશે. વ્રુષ્ચિક તારામંડળની ઉત્તર બાજુ સર્પધર તથા દક્ષિણ બાજુએ તમને વેદી તારામંડળ જોવા મળશે.
વ્રુષ્ચિક તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે દક્ષિણ ગોળાર્ધનો ભાગ છે.
ક્યારે અને શું દેખાશે…તે આકાશનો ૪૯૭ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૩૩ માં નંબરનું તારામંડળ છે.
આ તારામંડળ રાશિચક્ર પર આવેલું છે. તે રાશિચક્રમાં ૮ મી રાશિ છે. આ તારામંડળમાં સૂર્ય ૨૩ નવેમ્બર થી ૨૧ ડિસેમ્બર દરમિયાન પ્રવેશ કરે છે. ભારતમાં, આ તારામંડળ ફેબ્રુઆરી થી ઓક્ટોબર મહિના દરમિયાન સારી રીતે જોવા મળે છે.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૧૭૦ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો એન્ટરેસ છે. આ તારાનું ભારતીય નામ જ્યેષ્ઠા છે કે જે એક નક્ષત્ર પણ છે. આ નક્ષત્રમાં મૂલા અને અનુરાધા નામના બિજા નક્ષત્રો પણ છે.
તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૧૭૦ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
જોડકા તારાઓ | રૂપવિકારી (વેરીએબલ) | જોડકા અને રૂપવિકારી તારાઓ | એક તારો (સિંગલ સ્ટાર) |
અનુરાધા | સરગસ | જ્યેષ્ઠા | Lesath |
ફુયુયે | લારાવાગ | મૂલા | Paikauhale |
પીપિરિમા | ૩ | ફેંગ | 2 |
ઇક્લીલ | – | અલનિયાત | |
જબ્બા | – | જામિદિમુરા | |
૧ | – | એકરાબ | |
૬ | ૫ | 5 | 4 |
પૌરાણિક કથા…હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.
દૂરઅવકાશી રચના…

Butterfly Nebula or NGC 6302 || Planetary Nebula

Cats Paw Nebula oe NGC 6334 || Emission Nebula

M4 or NGC 6121 || Globular Cluster
આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારા મંડળમાં ૬૪ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ

M6 or NGC 6405 || Open Cluster

M7 or Ptolemy Cluster || Open Cluster

M80 or NGC 6093 || Globular Cluster
| તારાવિશ્વ | ખુલ્લુંતારકગુચ્છ | બંધતારકગુચ્છ | નિહારિકા | સુપરનોવાઅવશેષ | |
નરીઆંખેદેખાતા | – | M૭ (ટોલેમી તારકગુચ્છ) | – | M૪ (કેટ આઈ નિહારિકા) | – | |
– | M૮ (બટર ફ્લાય તારકગુચ્છ) | – | ૨ | – | |
– | ૭ | – | – | – | |
ટેલિસ્કોપ દ્વારા દેખાતા | – | ૫ | M ૮૦ | – | – | |
|
– | – | ૨ | – | – | |
|
|
| – | ૧૪ | ૩ | ૩ | – | |

NGC 6072 || Planetary Nebula

NGC 6124 || Open cluster

NGC 6281 || Open Cluster