વૈતરિણી

વૈતરિણી (એરિડેનસ)

વૈતરિણી તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર નદી જેવા આકારને મળતો આવે છે.

કઇ બાજુ દેખાશે…

તિમિંગલ, ભઠ્ઠી અને ગધ્ર્ તારામંડળ વૈતરિણી તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલાં છે. જો તમે વૈતરિણી તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને મ્રુગ, શશક અને ટંક નામનાં બીજાં તારામંડળ જોવા મળશે. વૈતરિણી તારામંડળની ઉત્તર બાજુ વ્રુષભ તથા દક્ષિણ બાજુએ તમને હોરામાપ અને ચક્રવાક તારામંડળ જોવા મળશે.

વૈતરિણી તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે દક્ષિણ ગોળાર્ધનો ભાગ છે.

ક્યારે અને શું દેખાશે…

તે આકાશનો ૧૧૩૮ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૬ માં નંબરનું

Eridanus

તારામંડળ છે.

ભારતમાં આપણે આ સુંદર નદી જેવો આકાર ધરાવતાં વૈતરિણી તારામંડળને ઓગસ્ટ થી જાન્યુઆરી મહિના સુધી જોઇ શકીએ છીએ.

તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૧૯૧ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો આકેરનાર છે. આ તારાનું ભારતીય નામ નદીમુખ છે.

તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૧૯૧ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ

 

જોડકા તારાઓ રૂપવિકારી (વેરીએબલ) જોડકા અને રૂપવિકારી તારાઓ એક તારો  (સિંગલ સ્ટાર)
સ્પેક્ટ્રમ બેઈડ કર્સા બીમીમ
રન અઝહા ઝઉરક થિંમીન
નદીમુખ અકામાર
 
પૌરાણિક કથા…

હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.

દૂરઅવકાશી રચના…

NGC 1084 || Spiral Galaxy NGC 1084 || Spiral Galaxy NGC 1407 || Elliptical Galaxy NGC 1407 || Elliptical Galaxy NGC 1395 || Elliptical Galaxy NGC 1395 || Elliptical Galaxy

આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.

દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.

આ તારામંડળમાં ૪૨૫ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ

 

NGC 1187 || Spiral Galaxy NGC 1187 || Spiral Galaxy NGC 1232 || Spiral Galaxy NGC 1232 || Spiral Galaxy NGC 1234 || Spiral Galaxy NGC 1234 || Spiral Galaxy
  તારાવિશ્વ ખુલ્લું તારકગુચ્છ બંધ તારકગુચ્છ નિહારિકા સુપરનોવા અવશેષ
નરીઆંખે દેખાતા
ટેલિસ્કોપ દ્વારા દેખાતા ૧૯
  ૧૯

 

NGC 1291 || Ring Galaxy NGC 1291 || Ring Galaxy NGC 1300 || Spiral Galaxy NGC 1300 || Spiral Galaxy NGC 1309 || Spiral Galaxy NGC 1309 || Spiral Galaxy