વેદી (આરા)
વેદી તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે , જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે , ત્યારે તેનો આકાર વેદી જેવાં આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…નોરા તારામંડળ એ વેદી તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે વેદી
તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને દૂરબીન અને મયુર તારામંડળ જોવા મળશે. વેદી તારામંડળની ઉત્તર બાજુએ તમને વ્રુષ્ચિક તથા દક્ષિણ બાજુએ ત્રિકોણ (દક્શિણ) અને ખગ તારામંડળ જોવા મળશે.
વેદી તારામંડળ એ દક્ષિણ ગોળાર્ધનું તારામંડળ છે.
તે આકાશનો ૨૩૭ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૬૩ માં નંબરનું તારામંડળ છે.
ક્યારે અને શું દેખાશે…દક્ષિણ ધ્રુવની નજીક હોવાથી વેદી તારામંડળ ને ભારતમાંથી જોઇ શકાતું નથી.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૬૩ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા , નરીઆંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો બીટા એરા છે.
તારામંડળ એ એકલાં , જોડકાં (દેખીતા અને ખરેખર), સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે.
આ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી , તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
જોડકા તારાઓ | રૂપવિકારી (વેરીએબલ) | રૂપવિકારી અને જોડકા તારાઓ | એક તારો (સિંગલ સ્ટાર) |
૩ | ૧ | ૩ | સર્વેન્ટસ |
– | – | – | ૮ |
૩ | ૧ | ૩ | ૯ |
પૌરાણિક કથા…
ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે , એવું કહેવાય છે કે જ્યારે ઋષિમુનિઓ અને તત્વવિદ્દોએ વેદી તારામંડળને પ્રથમવાર નીહાળ્યું હશે ત્યારે તેમને તેનો આકાર એક યજ્ઞ વેદી છે, તેવું લાગ્યું હશે . જેનું નામ તેમનાં દ્વારા વેદી રાખવામાં આવ્યું.
દૂરઅવકાશી રચના…



આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારામંડળમાં ૩૧ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે.
આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ



તારાવિશ્વ | ખુલ્લું તારકગુચ્છ | બંધ તારકગુચ્છ | નિહારિકા | સુપરનોવા અવશેષ | ||
નરીઆંખે દેખાતા | – | – | ૧ | ૧ | – | |
ટેલિસ્કોપ દ્વારા દેખાતા | ૬ | ૬ | ૨ | ૪ | – | |
૬ | ૬ | ૩ | ૫ | – |


