લોમેશ (વાલ્પેક્યુલા)
લોમેશ તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર શિયાળ જેવા આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…વીણા અને શૌરી તારામંડળ લોમેશ તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલાં છે. જો તમે લોમેશ તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને ખગાષ્વ નામનું બીજું તારામંડળ જોવા મળશે. લોમેશ તારામંડળની ઉત્તર બાજુએ હંસ તથા દક્ષિણ બાજુએ તમને અષ્વક, ઉલૂપી અને શર તારામંડળ જોવા મળશે.
લોમેશ તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને ઉત્તર ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે.
ક્યારે અને શું દેખાશે…તે આકાશનો ૨૬૮ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૫૫ માં નંબરનું તારામંડળ છે.
ભારતમાં આપણે આ શિયાળ જેવો આકાર ધરાવતાં લોમેશ તારામંડળને માર્ચ થી નવેમ્બર મહિના સુધી જોઇ શકીએ છીએ.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૭૭ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો આનસેર છે.
તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૭૭ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
જોડકા તારાઓ | રૂપવિકારી (વેરીએબલ) | જોડકા અને રૂપવિકારી તારાઓ | એક તારો (સિંગલ સ્ટાર) |
૩ | ૭ | આનસેર | ૬ |
– | – | ૩ | – |
૩ | ૭ | ૪ | ૬ |
પૌરાણિક કથા…
હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.
દૂરઅવકાશી રચના…
Dumbbell Nebula or M27 || Planetary Nebula In this cosmic snapshot, the spectacularly symmetrical wings of Hen 2-437 show up in a magnificent icy blue hue. Hen 2-437 is a planetary nebula, one of around 3000 such objects known to reside within the Milky Way. Located within the faint northern constellation of Vulpecula (The Fox), Hen 2-437 was first identified in 1946 by Rudolph Minkowski, who later also discovered the famous and equally beautiful M2-9 (otherwise known as the Twin Jet Nebula). Hen 2-437 was added to a catalogue of planetary nebula over two decades later by astronomer and NASA astronaut Karl Gordon Henize. Planetary nebulae such as Hen 2-437 form when an aging low-mass star — such as the Sun — reaches the final stages of life. The star swells to become a red giant, before casting off its gaseous outer layers into space. The star itself then slowly shrinks to form a white dwarf, while the expelled gas is slowly compressed and pushed outwards by stellar winds. As shown by its remarkably beautiful appearance, Hen 2-437 is a bipolar nebula — the material ejected by the dying star has streamed out into space to create the two icy blue lobes pictured here. NGC 7052 || Elliptical Galaxy NGC 6885 || Open Clusterઆપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારા મંડળમાં ૨૪ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ
તારાવિશ્વ | ખુલ્લુંતારકગુચ્છ | બંધતારકગુચ્છ | નિહારિકા | સુપરનોવાઅવશેષ | ||
નરીઆંખેદેખાતા
|
– | ૨ | – | – | – | |
ટેલિસ્કોપ દ્વારા દેખાતા | ૨ | બ્રોચી ક્લસ્ટર | – | ૫ | – | |
– | ૯ | – | M ૨૭ (ડમ્બબેલ નિહારિકા) | – | ||
૨ | ૧૨ | ૬ | – |