યયાતિ તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર હીરો જેવા આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…દેવ્ચાની અને ત્રિકોણ (ઉત્તર) તારામંડળ યયાતિ તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલાં છે. જો તમે યયાતિ તારામંડળનાં
પૂર્વ તરફ નજર કરશો તો તમને બ્રહ્મમંડલ નામનું બીજું તારામંડળ જોવા મળશે. યયાતિ તારામંડળની ઉત્તર બાજુ જીરાફ અને શર્મિષ્ઠા તથા દક્ષિણ બાજુએ તમને મેષ અને વ્રુષભ તારામંડળ જોવા મળશે.
યયાતિ તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને ઉત્તર ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે.
ક્યારે અને શું દેખાશે…તે આકાશનો ૬૧૫ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૨૪ માં નંબરનું તારામંડળ છે.
ભારતમાં આપણે આ હીરો જેવો આકાર ધરાવતાં યયાતિ તારામંડળને જુલાઈ થી માર્ચ મહિના સુધી જોઇ શકીએ છીએ.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૧૬૧ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો મિરફાક છે.
તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૧૬૧ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
જોડકા તારાઓ | રૂપવિકારી (વેરીએબલ) | જોડકા અને રૂપવિકારી તારાઓ | એક તારો (સિંગલ સ્ટાર) |
મીરામ | મેનકીબ | મિરફાક | – |
૨ | ૪ | મિસમ | – |
– | – | એલ્ગોલ | – |
– | – | અતીક | – |
– | – | ૮ | – |
૩ | ૫ | ૧૨ | – |
પૌરાણિક કથા…હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.
દૂરઅવકાશી રચના…

Alpha Persei Cluster || Open Cluster

California Nebula or NGC 1499 || Emission Nebula

Perseus Double Cluster or NGC 869, NGC 884 || Open Cluster
આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારા મંડળમાં ૧૫૨ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ

Little Dumbbell Nebula or M76 or Barbell Nebula || Planetary Nebula

M34 || Open Cluster

NGC 1058 || Seyfert Galaxy
| તારાવિશ્વ | ખુલ્લુંતારકગુચ્છ | બંધતારકગુચ્છ | નિહારિકા | સુપરનોવાઅવશેષ | |
નરીઆંખેદેખાતા | – | H પર્સિ તારકગુચ્છ | – | કેલિફોર્નિયા નિહારિકા | – | |
– | ચી પર્સિ તારકગુચ્છ | – | – | – | |
– | M ૩૪ | – | – | – | |
– | ૪ | – | – | – | |
ટેલિસ્કોપ દ્વારા દેખાતા | ૧ | ૭ | – | M ૭૬ (ડમબેલ નિહારિકા) | – | |
|
– | | – | ૩ | – | |
|
|
| ૧ | ૧૪ | – | ૫ | – | |

NGC 1260 || Lenticular Galaxy

Perseus A or NGC 1275 || Seyfert Galaxy

NGC 1265 || Radio Galaxy