મ્રુગ તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર શિકારી જેવા આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…વૈતરિણી તારામંડળ મ્રુગ તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે મ્રુગ તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો
તમને મિથુન અને એકશ્રુંગી નામનાં બીજાં તારામંડળ જોવા મળશે. મ્રુગ તારામંડળની ઉત્તર બાજુ વ્રુષભ તથા દક્ષિણ બાજુએ તમને શશક તારામંડળ જોવા મળશે.
મ્રુગ તારામંડળ એ અવકાશી વિષુવવૃત્તના અર્ધો ઉપર અને અડધો નીચે આવેલું છે.
ક્યારે અને શું દેખાશે…તે આકાશનો ૫૯૪ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૨૬ માં નંબરનું તારામંડળ છે.
ભારતમાં આપણે આ સુંદર શિકારી જેવો આકાર ધરાવતાં મ્રુગ તારામંડળને ઓગસ્ટ થી એપ્રિલ મહિના સુધી જોઇ શકીએ છીએ.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૨૨૨ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો રીગેલ છે. અન્ય બે તારાઓ મીસા અને બીટાલ્જીસ નું હિન્દુ નામ મૃગાશીર્ષ અને અર્દ્રા છે જેને નક્ષત્ર પણ કહેવામાં આવે છે.
તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૨૨૨ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
જોડકાતારાઓ | રૂપવિકારી (વેરીએબલ) | જોડકાતારાઓ અને રૂપવિકારી (વેરીએબલ) | એકતારો(સિંગલસ્ટાર) |
૪ | સૈફ | રીજલ | ૨ |
– | ૨ | અર્દ્રા | – |
– | – | બેલાટ્રિક્સ | – |
– | – | અલનીલમ | – |
– | – | અલનીતક | – |
– | – | મિંટકા | – |
– | – | હટીસા | – |
– | – | તબિત | – |
– | – | મૃગાશીર્ષ | – |
– | – | ૨ | – |
૪ | ૩ | ૧૧ | ૨ |
પૌરાણિક કથા…હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.
દૂરઅવકાશી રચના…

37 Cluster or NGC 2169 || Open Cluster

De Mairans Nebula or M43 || Diffuse Nebula

Horsehead Nebula or Barnard 33 || Dark Nebula
આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારા મંડળમાં ૧૭ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ

Orion Nebula or M42 || Diffuse Nebula

M78 or NGC 2068 || Reflection Nebula

Monkey Head Nebula or NGC 2174 || Emission Nebula
| તારાવિશ્વ | ખુલ્લુંતારકગુચ્છ | બંધતારકગુચ્છ | નિહારિકા | સુપરનોવાઅવશેષ |
નરીઆંખે દેખાતા | – | ૨ | – | M ૪૨
ધ ગ્રેટ ઓરાઈન નિહારિકા | – |
| | | ૩ | |
ટેલિસ્કોપ દ્વારા દેખાતા | – | ૫ | – | M ૪૩ | – |
| | | M ૭૮ | |
| | | ૭ | |
| – | ૭ | – | ૧૩ | – |

NGC 2023 || Diffuse Nebula

Orion Molecular Cloud || Giant Molecular Clouds

Flame Nebula or NGC 2024 || Emission Nebula