મીનસ્ય

મીનસ્ય (પાઇસિસ ઓસ્ટ્રેનિસ)

મીનસ્ય તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર માછલી જેવા આકારને મળતો આવે છે.

કઇ બાજુ દેખાશે…

મકર અને સૂક્શમદર્શક તારામંડળ મીનસ્ય તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલાં છે. જો તમે મીનસ્ય તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને શિલ્પી નામનું બીજું તારામંડળ જોવા મળશે. મીનસ્ય તારામંડળની ઉત્તર બાજુ કુંભ તથા દક્ષિણ બાજુએ તમને બક તારામંડળ જોવા મળશે.

મીનસ્ય તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે દક્ષિણ ગોળાર્ધનો ભાગ છે.

ક્યારે અને શું દેખાશે…

તે આકાશનો ૨૪૫ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૬૦ માં નંબરનું તારામંડળ છે.

ભારતમાં આપણે આ સુંદર માછલી જેવો આકાર ધરાવતાં મીનસ્ય તારામંડળને એપ્રિલ થી ડિસેમ્બર મહિના સુધી જોઇ શકીએ છીએ.

તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૪૯ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો ફોમલહટ છે.

તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૪૯ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ

જોડકા તારાઓ રૂપવિકારી (વેરીએબલ) જોડકા અને રૂપવિકારી તારાઓ એક તારો  (સિંગલ સ્ટાર)
ફોમલહટ

 

પૌરાણિક કથા…

હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.

દૂરઅવકાશી રચના…

Hickson Compact Group 90 || Group of 3 galaxies Hickson Compact Group 90 || Group of 3 galaxies NGC 7172 || Spiral Galaxy NGC 7172 || Spiral Galaxy NGC 7174 || Galaxy part of Hickson Compact Group 90 NGC 7174 || Galaxy part of Hickson Compact Group 90

આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.

દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.

આ તારામંડળમાં ૫૫ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ

Supernova 2010dq in NGC 57 || Supernova in Elliptical Galaxy Supernova 2010dq in NGC 57 || Supernova in Elliptical Galaxy NGC 7176 || Galaxy part of Hickson Comapct Group 90 NGC 7176 || Galaxy part of Hickson Comapct Group 90 NGC 7314 || Spiral Galaxy NGC 7314 || Spiral Galaxy
  તારાવિશ્વ ખુલ્લુંતારકગુચ્છ બંધતારકગુચ્છ નિહારિકા સુપરનોવાઅવશેષ
નરીઆંખેદેખાતા
ટેલિસ્કોપ દ્વારા દેખાતા ૨૦
  ૨૦