નૌવસ્ત્ર (વેલા)
નૌવસ્ત્ર તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર નૌકાઓ જેવા આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…નૌપ્રુષ્ટ તારામંડળ નૌવસ્ત્રતારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે નૌવસ્ત્રતારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો
તમને નરાષ્વ નામનું બીજું તારામંડળ જોવા મળશે. નૌવસ્ત્રતારામંડળની ઉત્તર બાજુએ વાતપૂરક અને હોકાયંત્ર તથા દક્ષિણ બાજુએ તમને નૌતલ તારામંડળ જોવા મળશે.
નૌવસ્ત્ર તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે દક્ષિણ ગોળાર્ધનો ભાગ છે.
ક્યારે અને શું દેખાશે…તે આકાશનો ૫૦૦ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૩૨ માં નંબરનું તારામંડળ છે.

ભારતમાં આપણે આ સુંદર રાજકુંવરી જેવો આકાર ધરાવતાં નૌવસ્ત્રતારામંડળને નવેમ્બર થી જૂન મહિના સુધી જોઇ શકીએ છીએ.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૧૯૩ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો વેલોરમ છે.
તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૧૯૩ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
જોડકાતારાઓ | રૂપવિકારી (વેરીએબલ) | જોડકાઅનેરૂપવિકારીતારાઓ | એકતારો (સિંગલસ્ટાર) |
અલસેફિના | ૨ | સુહેલ | માર્કબ |
૫ | – | ૪ | ૫ |
૬ | ૨ | ૫ | ૬ |
પૌરાણિક કથા…
હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.

દૂરઅવકાશી રચના…



આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારા મંડળમાં ૪૪ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ



તારાવિશ્વ | ખુલ્લુંતારકગુચ્છ | બંધતારકગુચ્છ | નિહારિકા | સુપરનોવાઅવશેષ | ||
નરીઆંખે દેખાતા | – | ઓમીક્રોન વેલે | – | – | – | |
– | ૪ | – | – | – | ||
ટેલિસ્કોપ દ્વારા દેખાતા | ૩ | ૧૦ | ૧ | એટ બર્સ્ટ નિહારિકા | – | |
૩ | ૧૫ | ૧ | ૧ | – |


