ધ્રુવમત્સ્ય

ધ્રુવમત્સ્ય (અરસા માઈનર)

ધ્રુવમત્સ્ય તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર નાનું રીંછ જેવા આકારને મળતો આવે છે.

કઇ બાજુ દેખાશે…

જીરાફ તારામંડળ ધ્રુવમત્સ્ય તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે ધ્રુવમત્સ્ય તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને વ્રૂષપર્વા નામનું બીજું તારામંડળ જોવા મળશે. ધ્રુવમત્સ્ય તારામંડળની ઉત્તર તથા દક્ષિણ બાજુએ તમને વ્રૂષપર્વા અને કાલીય તારામંડળ જોવા મળશે.

ધ્રુવમત્સ્ય તારામંડળ ઉત્તર ધ્રુવની નજીકમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે.

ક્યારે અને શું દેખાશે…

તે આકાશનો ૨૫૬ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૫૬ માં નંબરનું તારામંડળ છે.

Ursa Minor

ભારતમાં આપણે આ સુંદર નાનું રીંછ જેવો આકાર ધરાવતાં ધ્રુવમત્સ્ય તારામંડળને બારે માસ જોઇ શકીએ છીએ.

તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૧૭૩ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો મત્સ્યપુચ્છ (ધ્રુવ) છે જેને ઉત્તાનપદાના પુત્ર અને મનુના પૌત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે

તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૪૨ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી , તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ

જોડકાતારાઓ રૂપવિકારી (વેરીએબલ) જોડકાઅનેરૂપવિકારીતારાઓ એકતારો  (સિંગલસ્ટાર)
ફેરકાડ મત્સ્યપુચ્છ (ધ્રુવ) યિલ્ડૂન
કોચબ ૧૦
૧૧

 

પૌરાણિક કથા…

હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.

દૂરઅવકાશી રચના…

Polarissima Borealis or NGC 3172 || Lenticular Galaxy Polarissima Borealis or NGC 3172 || Lenticular Galaxy NGC 6251 || Supergiant Ellipticial radio Galaxy NGC 6251 || Supergiant Ellipticial radio Galaxy NGC 6217 || Barred Spiral Galaxy NGC 6217 || Barred Spiral Galaxy

આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.

દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.

આ તારા મંડળમાં ૫૪ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ

  તારાવિશ્વ ખુલ્લુંતારકગુચ્છ બંધતારકગુચ્છ નિહારિકા સુપરનોવાઅવશેષ
નરીઆંખે દેખાતા
ટેલિસ્કોપ દ્વારા દેખાતા ૨૦
  ૨૦