ધનુ

ધનુ (સેજીટેરિયસ)

ધનુ તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર તીરંદાજ જેવા આકારને મળતો આવે છે.

કઇ બાજુ દેખાશે…

વ્રુષ્ચિક અને સર્પ તારામંડળ ધનુ તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલાં છે. જો તમે ધનુ તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને મકર અને સૂક્શમદર્શક નામનાં બીજાં તારામંડળ જોવા મળશે. ધનુ તારામંડળની ઉત્તર બાજુ ગરુડ અને ઢાલ તથા દક્ષિણ બાજુએ તમને દૂરબીન અને દક્શિણ કિરીટ તારામંડળ જોવા મળશે.

ધનુ તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે દક્ષિણ ગોળાર્ધનો ભાગ છે.

ક્યારે અને શું દેખાશે…

તે આકાશનો ૮૬૭ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૧૫ માં નંબરનું તારામંડળ છે.

આ તારામંડળ રાશિચક્ર પર આવેલું છે. તે રાશિચક્રમાં ૯ મી રાશિ છે. આ તારામંડળમાં સૂર્ય ૧૮ ડિસેમ્બર થી ૧૮ જાન્યુઆરી દરમિયાન પ્રવેશ કરે છે. ભારતમાં, આ તારામંડળ માર્ચ થી ઓક્ટોબર મહિના દરમિયાન સારી રીતે જોવા મળે છે.

તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૨૧૭ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો કૌસ ઓસ્ટ્રાલિસ છે. આ તારાનું ભારતીય નામ પૂર્વા આશાધ છે કે જે એક નક્ષત્ર પણ છે. ઉત્તરા અષાધ (નુન્કી) નામનૂં આ નક્ષત્રમાં અન્ય નક્ષત્ર પણ છે

તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૨૧૭ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ

જોડકા તારાઓ રૂપવિકારી (વેરીએબલ) જોડકા અને રૂપવિકારી તારાઓ એક તારો  (સિંગલ સ્ટાર)
પૂર્વા આશાધ અલનાસ્લ અલબાલદાહ કૌસ બોરીઆલિસ
ઉત્તરા અષાધ 1 પોલિસ રુકબત
એસ્કેલા આર્કાબ પોસ્ટે રિયોર
કૌસ મીડિયા
આર્કાબ પ્રાઇઓર
પૌરાણિક કથા…

હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.

દૂરઅવકાશી રચના…

Arches Cluster & Quintuplet Cluster || Dense Globular Cluster Arches Cluster & Quintuplet Cluster || Dense Globular Cluster Barnards Galaxy or NGC 6822 || Irregular Galaxy Barnards Galaxy or NGC 6822 || Irregular Galaxy Box Nebula || planetary Nebula Box Nebula || planetary Nebula

આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.

દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.

આ તારા મંડળમાં ૧૧૯ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ

Eye of Sauron Nebula || Planetary Nebula Eye of Sauron Nebula || Planetary Nebula Henize-3-1475 || Planetary Nebula Henize-3-1475 || Planetary Nebula Hurt 2 or 2MASS-GC02 || Globular Cluster Hurt 2 or 2MASS-GC02 || Globular Cluster
  તારાવિશ્વ ખુલ્લુંતારકગુચ્છ બંધતારકગુચ્છ નિહારિકા સુપરનોવાઅવશેષ
નરીઆંખે દેખાતા M ૨૪ (સ્મોલ સેજીટેરિયસ સ્ટાર ક્લાઉડ) M ૨૨ (ગ્રેટ સેજીટેરિયસ તારકગુચ્છ) M ૮ (લગૂન નિહારિકા)
M ૨૫ M ૫૫
M ૨૩
M ૨૧
ટેલિસ્કોપ દ્વારા દેખાતા બર્નાર્ડ તારાવિશ્વ M ૧૮ (બ્લેક સ્વાન) M ૨૮
M ૫૪ M ૧૭ (હોર્સશુ નિહારિકા)
M ૭૫
  ૧૦
Lagoon Nebula or M8 || Emission Nebula Lagoon Nebula or M8 || Emission Nebula Little Gem Nebula or NGC 6818 || Planetary Nebula Little Gem Nebula or NGC 6818 || Planetary Nebula M25 or IC 4725 || Open Cluster M25 or IC 4725 || Open Cluster