ગરુડ (એક્વિલા)
ગરુડ તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે , જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે , ત્યારે તેનો આકાર ગરુડ પક્ષી જેવાં આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…શૌરી, સર્પ અને સર્પધર તારામંડળ એ ગરુડ તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલાં
છે. જો તમે ગરુડ તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને ઉલૂપી અને કુંભ તારામંડળ જોવા મળશે. ગરુડ તારામંડળની ઉત્તર બાજુએ તમને શર તથા દક્ષિણ બાજુએ મકર અને ઢાલ તારામંડળ જોવા મળશે.
ગરુડ તારામંડળ એ દક્ષિણ ગોળાર્ધનું તારામંડળ છે.
તે આકાશનો ૬૫૨ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૨૨ માં નંબરનું તારામંડળ છે
ક્યારે અને શું દેખાશે…આપણે આ ગરુડ પક્ષી જેવો આકાર ધરાવતાં ગરુડ તારામંડળ ને ભારતમાં, ફેબ્રુઆરી થી નવેમ્બર મહિના સુધી જોઇ શકીએ છીએ.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૧૩૧ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરીઆંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો અલટેર છે. આ તારાનું હિંદુ નામ શ્રવણ છે કે જે એક નક્ષત્ર પણ છે.
તારામંડળ એ એકલાં, જોડકાં ( દેખીતા અને સંપૂર્ણ ), સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે.
આ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી , તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
રૂપવિકારી (વેરીએબલ) | જોડકા તારાઓ | જોડકા અને રૂપવિકારી તારાઓ | એક તારો (સિંગલ સ્ટાર) |
શ્રવણ | – | ઓકાબ | લિબર્ટાસ |
તારાઝેડ | – | અલશેઇન | – |
૩ | ૩ | ૫ | ૪ |
૫ | ૩ | ૭ | ૫ |
પૌરાણિક કથા…
ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે , એવું કહેવાય છે કે જ્યારે ઋષિમુનિઓ અને તત્વ
વિદ્દોએ દેવ્યાની તારામંડળને પ્રથમવાર નીહાળ્યું હશે ત્યારે તેમને તેનો આકાર એક ગરુડ પક્ષી છે, તેવું લાગ્યું હશે . જેનું નામ તેમનાં દ્વારા ગરુડ રાખવામાં આવ્યું.
તેની સાથે થોડી લોકવાયકાઓ અને વાતો જોડાયેલી છે. જેમાની એક કથા પ્રમાણે આ તારામંડળનાં મુખ્ય ત્રણ તેજસ્વી તારાઓને ભગવાન વિષ્ણુનાં ચરણકમળ માનવામાં આવે છે. બીજી એક કથા પ્રમાણે, શ્રવણકુમાર કે જેમને પોતાનાં અંધ માતા-પિતાની ખૂબ સેવા કરી અને તેમને કાવડમાં બેસાડીને જાત્રા કરાવી, તેના ફળ સ્વરુપે તેમને નક્ષત્રમાં સ્થાન આપવામાં આવ્યું છે.
દૂરઅવકાશી રચના…
E Nebula || Banrard’s Nebula || Pair of dark Nebula NGC 6751 || Dandelion Puffball or Glowing Eye Nebula || Planetary Nebula NGC 6709 || Open Clusterઆપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળમાં ખૂબ બધાં ઝાંખા પદાર્થો જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવાં પદાર્થોને દૂર અવકાશી પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે.
NGC 6760 & NGC 6749 || Globular Clusters NGC 6781 || Planetary Nebula NGC 6741 || Phantom Streak Nebula || Planetary Nebulaઆ તારામંડળમાં ૪૪ જુદાં જુદાં પ્રકારનાં આવાં દૂર અવકાશી પદાર્થો આવેલ છે.
આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ
તારાવિશ્વ | ખુલ્લું તારકગુચ્છ | બંધ તારકગુચ્છ | નિહારિકા | સુપરનોવા અવશેષ | ||
નરીઆંખે દેખાતા | – | – | – | – | – | |
ટેલિસ્કોપ દ્વારા દેખાતા | ૩ | ૩ | ૩ | ફેન્ટમ સ્ટ્રિક નિહારિકા | – | |
– | – | – | ૧૦ | – | ||
૩ | ૩ | ૩ | ૧૧ | – |