કર્ક – કેન્સર
કર્ક તારામંડળ, હિંદુ સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવ, ત્યારે તેનો આકાર કરચલા જેવા આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…શુનિ અને મિથુન તારામંડળ કર્ક તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે
કર્ક તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને સિંહ નામનું બીજું તારામંડળ જોવા મળશે. કર્ક તારામંડળની ઉત્તર તથા દક્ષિણ બાજુએ તમને અનુક્રમે બિડાલ અને લઘુસિંહ (સિંહિકા) તથા વાસુકી તારામંડળ જોવા મળશે.
કર્ક તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને ઉત્તર ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે.
તે આકાશનો ૫૦૬ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૩૧માં નંબરનું તારામંડળ છે.
ક્યારે અને શું દેખાશે…આ તારામંડળ રાશિચક્ર પર આવેલું છે. તે રાશિચક્રમાં ચોથું રાશિ છે. આ
તારામંડળમાં સૂર્ય ૨૦ જુલાઈ થી ૧૦ ઓગસ્ટ ની આસપાસ દરમિયાન પ્રવેશ કરે છે. ભારતમાં, આ તારામંડળ ઓક્ટોબર થી જૂન મહિના દરમિયાન સારી રીતે જોવા મળે છે.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૧૦૬ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો ટર્ફ છે.
તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે.
આ ૧૦૬ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી , તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
જોડકા તારાઓ (ડબલ સ્ટાર) | રૂપવિકારી (વેરીબલ) | જોડકા અને રૂપવિકારી તારાઓ | એક તારો (સિંગલ સ્ટાર) |
૧ | અસેલ્યૂસ ઑસ્ટ્રેલિસ | અક્યુબેન્સ | ૮ |
– | અસેલ્યૂસ બોરેલીસ | ટર્ફ | – |
– | નન | ૩ | – |
– | ૩ | – | – |
૧ | ૬ | ૫ | ૮ |
પૌરાણિક કથા…
હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.
દૂરઅવકાશી રચના…
આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાdrશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારા મંડળમાં ૩૫૪ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે.
આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ




તારાવિશ્વ | ખુલ્લુંતારકગુચ્છ | બંધતારકગુચ્છ | નિહારિકા | સુપરનોવાઅવશેષ | ||
નરીઆંખે દેખાતા | – | M ૪૪ (પેરાસેપ તારકગુચ્છ) | – | – | – | |
ટેલિસ્કોપ દ્વારા દેખાતા | ૧૮ | M ૬૭ (કિંગ કોબ્રા) | – | – | – | |
૧૮ | ૨ | – | – | – |