એકશ્રુંગી

એકશ્રુંગી (મોનોસેરોસ)

એકશ્રુંગી તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર શૃંગાશ્વ જેવા આકારને મળતો આવે છે.

કઇ બાજુ દેખાશે…

મ્રુગ તારામંડળ એકશ્રુંગી તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે એકશ્રુંગી તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને વાસુકી અને શુનિ નામનાં બીજાં તારામંડળ જોવા મળશે. એકશ્રુંગી તારામંડળની ઉત્તર બાજુ મિથુન તથા દક્ષિણ બાજુએ તમને શ્વાન, નૌપ્રુષ્ટ અને શશક તારામંડળ જોવા મળશે.

એકશ્રુંગી તારામંડળ એ અવકાશી વિષુવવૃત્તના અડધા ઉપર અને અડધા નીચે આવેલું છે.

ક્યારે અને શું દેખાશે…

તે આકાશનો ૪૮૨ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૩૫ માં નંબરનું તારામંડળ છે.

ભારતમાં આપણે આ સુંદર શૃંગાશ્વ જેવો આકાર ધરાવતાં એકશ્રુંગી તારામંડળને સપ્ટેમ્બર થી મે મહિના સુધી જોઇ શકીએ છીએ.

તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૧૫૧ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો આલ્ફા મોનોસેરોટીએસ છે.

તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૧૫૧ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ

જોડકા તારાઓ રૂપવિકારી (વેરીએબલ) જોડકા અને રૂપવિકારી તારાઓ એક તારો  (સિંગલ સ્ટાર)
પૌરાણિક કથા…

હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.

દૂરઅવકાશી રચના…

Butterlfly Nebula or NGC 2346 || Planetary Nebula Butterlfly Nebula or NGC 2346 || Planetary Nebula Cone Nebula || Difffuse Nebula Cone Nebula || Difffuse Nebula Dreye's Nebula or IC 447 || Reflection Nebula Dreye’s Nebula or IC 447 || Reflection Nebula

આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.

દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.

આ તારા મંડળમાં ૬૧ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ

Hubble's Variable Nebula or NGC 2261 || Variable Reflection Nebula Hubble’s Variable Nebula or NGC 2261 || Variable Reflection Nebula M50 or NGC 2323 || Open Cluster M50 or NGC 2323 || Open Cluster NGC 2170 || Reflection Nebula NGC 2170 || Reflection Nebula
  તારાવિશ્વ ખુલ્લું તારકગુચ્છ બંધ તારકગુચ્છ નિહારિકા સુપરનોવા અવશેષ
નરીઆંખે દેખાતા
ટેલિસ્કોપ દ્વારા દેખાતા ૧૨
  ૧૫
NGC 2254 || Open Cluster NGC 2254 || Open Cluster NGC 2349 || Open Cluster NGC 2349 || Open Cluster NGC 2232 || Open Cluster NGC 2232 || Open Cluster