હંસ (સિગ્નસ)
હંસ તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર હંસ જેવા આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…વીણા તથા કાલીય તારામંડળ હંસ તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલા છે. જો તમે હંસ તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને શરટ તથા ખગાષ્વ નામનાં બીજાં તારામંડળ જોવા મળશે. હંસ તારામંડળની ઉત્તર તથા દક્ષિણ બાજુએ તમને અનુક્રમે વ્રૂષપર્વા તથા લોમેશ તારામંડળ જોવા મળશે.
હંસ તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને ઉત્તર ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે.
તે આકાશનો ૮૦૪ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૧૬ માં નંબરનું તારામંડળ છે.
ક્યારે અને શું દેખાશે…ભારતમાં આપણે આ સુંદર હંસ જેવો આકાર ધરાવતાં હંસ તારામંડળને એપ્રિલ થી નવેમ્બર મહિના સુધી જોઇ શકીએ છીએ.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૨૦૯ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો ડેનબ છે.
તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૨૦૯ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
જોડકા તારાઓ | રૂપવિકારી (વેરીએબલ) | જોડકા અને રૂપવિકારી તારાઓ | એક તારો (સિંગલ સ્ટાર) |
અલ્જાનઃ | ૫ | ડેનબ | ૩ |
૨ | – | સદર | – |
– | – | ફેવરીસ | – |
– | – | અલબેરીઓ | – |
– | – | ૫ | – |
૩ | ૫ | ૯ | ૩ |
પૌરાણિક કથા…
હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.
દૂરઅવકાશી રચના…
Crescent Nebula or NGC 6888 || Emission Nebula Veil Nebula || Supernova Remnant M29 or NGC 6913 || Open Clusterઆપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારા મંડળમાં ૯૦ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ
M39 or NGC 7092 || Open Cluster North American Nebula or NGC 7000 || Emission Nebula North America Nebula || diff wavelengths
તારાવિશ્વ | ખુલ્લું તારકગુચ્છ | બંધ તારકગુચ્છ | નિહારિકા | સુપરનોવા અવશેષ | ||
નરીઆંખે દેખાતા | – | M૩૯ | – | ઉત્તર અમેરિકન નિહારિકા | – | |
– | ૧ | – | – | – | ||
ટેલિસ્કોપ દ્વારા દેખાતા | – | M૨૯ | – | ક્રેસેન્ટ નિહારિકા | ૩ | |
– | ૯ | – | કાકૂન નિહારિકા | – | ||
– | ૧૨ | – | ૩ | ૩ |