સર્પ

સર્પ (સર્પન્સ)

સર્પ તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર સાપ જેવા આકારને મળતો આવે છે. આ તારામંડળ બે ભાગોમાં વહેંચવામાં આવે છે સર્પન્સ કેપ્યુટ (માથું) અને સર્પન્સ કોડા (પૂંછડી)!

કઇ બાજુ દેખાશે…

ભૂતેષ અને કન્યા તારામંડળ સર્પન્સ કેપ્યુટ તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલા છે. જો તમે સર્પન્સ કેપ્યુટ તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને શૌરી અને સર્પધર નામનાં બીજાં તારામંડળ જોવા મળશે. સર્પન્સ કેપ્યુટ તારામંડળની ઉત્તર તથા દક્ષિણ બાજુએ તમને અનુક્રમે ઉત્તર કિરીટ તથા તુલા તારામંડળ જોવા મળશે.

સર્પધર તારામંડળ સર્પન્સ કોડા તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલા છે. જો તમે સર્પન્સ કોડા તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને ગરુડ અને ઢાલ નામનાં બીજાં તારામંડળ જોવા મળશે. સર્પન્સ કોડા તારામંડળની ઉત્તર તથા દક્ષિણ બાજુએ તમને અનુક્રમે શૌરી અને ધનુ તારામંડળ જોવા મળશે.

ક્યારે અને શું દેખાશે…

સર્પન્સ કેપ્યુટ તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને ઉત્તર ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે.

સર્પન્સ કોડા તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે દક્ષિણ ગોળાર્ધનો ભાગ છે.

તે આકાશનો ૬૩૭ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ માં નંબરનું તારામંડળ છે.

ભારતમાં આપણે આ સાપ જેવો આકાર ધરાવતાં સર્પતારામંડળને ફેબ્રુઆરી થી સપ્ટેમ્બર મહિના સુધી જોઇ શકીએ છીએ.

તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૧૧૩ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો આલ્ફા સર્પેન્ટિસ છે.

તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૧૧૩ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી , તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ

 

જોડકાતારાઓ રૂપવિકારી (વેરીએબલ) જોડકાઅનેરૂપવિકારીતારાઓ એકતારો  (સિંગલસ્ટાર)
યુનુકલહાય ગુડજા અલ્યા
3
પૌરાણિક કથા…

હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.

દૂરઅવકાશી રચના…

Arp 220 || Ultra luminous Infrared Galaxy Arp 220 || Ultra luminous Infrared Galaxy Blinking Galaxy or NGC 6118 || Spiral Galaxy Blinking Galaxy or NGC 6118 || Spiral Galaxy Death Star Galaxy || Two galaxies rotating around each other Death Star Galaxy || Two galaxies rotating around each other

આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.

દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.

આ તારા મંડળમાં જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ

M16 or Eagle Nebula || Open Cluster M16 or Eagle Nebula || Open Cluster Hoag's Object || Ring Galaxy Hoag’s Object || Ring Galaxy M5 or NGC 5904 || Globular Cluster M5 or NGC 5904 || Globular Cluster
  તારાવિશ્વ ખુલ્લુંતારકગુચ્છ બંધતારકગુચ્છ નિહારિકા સુપરનોવાઅવશેષ
નરીઆંખેદેખાતા
ટેલિસ્કોપ દ્વારા દેખાતા M૫        
સીફર્ટ સેક્સટેટ
 
NGC 5962 || Spiral Galaxy NGC 5962 || Spiral Galaxy NGC 6539 || Globular Cluster NGC 6539 || Globular Cluster NGC 5921 || Spiral Galaxy NGC 5921 || Spiral Galaxy