સપ્તઋષિ

સપ્તઋષિ (અરસા મેજર)

સપ્તઋષિ તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર સપ્તઋષિ જેવા આકારને મળતો આવે છે.

કઇ બાજુ દેખાશે…

બિડાલ તારામંડળ સપ્તઋષિ તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે સપ્તઋષિ તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને ભૂતેષ અને મ્રૂગયાશુન નામનાં બીજાં તારામંડળ જોવા મળશે. સપ્તઋષિ તારામંડળની ઉત્તર બાજુએ તમને જીરાફ અને કાલીય તથા દક્ષિણ બાજુએ લઘુસિંહ (સિંહિંકા) અને કેશ તારામંડળ જોવા મળશે.

સપ્તઋષિ તારામંડળ એ ઉત્તર ધ્રુવની નજીકમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે.

તે આકાશનો ૧૨૮૦ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૩ માં નંબરનું તારામંડળ છે.

ક્યારે અને શું દેખાશે…

ભારતમાં આપણે આ સુંદર સપ્તઋષિ જેવો આકાર ધરાવતાં સપ્તઋષિ તારામંડળને ડિસેમ્બર થી જૂન મહિના સુધી જોઇ

Ursa Major

શકીએ છીએ.

તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૨૨૩ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો આંગીરસ (એલિયથ) છે.

તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૫૧૪ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ

જોડકાતારાઓ રૂપવિકારી (વેરીએબલ) જોડકાઅનેરૂપવિકારીતારાઓ એકતારો  (સિંગલસ્ટાર)
અલુલા બોરીઆલિસ આંગીરસ ક્રતુ તાનીયા બોરીઆલિસ,
ભ્રીગુ વશિષ્ઠ
પુલસ્ત્ય તલિથા
પુલાહા અત્રિ
તાનીયા ઓસ્ટ્રાલિસ મસ્કિડા
તાયંગશુ અલકા ફરહે
અરુણધતી
૧૧

 

પૌરાણિક કથા…

ભારતીય પૌરાણિક કથાઓમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે રીશીયોઅને ફિલોસોફરોએ પ્રથમવાર સપ્તારિશી (અર્સા મેજર નક્ષત્ર) જોયું, જેને તેમના દ્વારા સપ્તારીશી નામ આપવામાં આવ્યું હતું, ત્યારે તે ખરેખર સાત રીશીયોના આકાર જેવું લાગતું હતું. ખરેખર, સપ્તર્ષિ સાથે ઘણી વાર્તાઓ જોડાયેલી છે. પરંતુ તેમાંથી એક એ છે કે, મંડલના સાત તારાઓને ક્રેટુ (ડુભે), પુલાહા (મેરક), પુલસ્ત્ય (ફેકડા), એટ્રી (મેગ્રેઝ), અંગિરાસ (અલિઓથ), વસિષ્ઠ (મિઝાર), મરિચી (અલકાઈડ) નામ આપવામાં આવ્યું છે.

દૂરઅવકાશી રચના…

Owl Nebula or M97 || Planetary Nebula Owl Nebula or M97 || Planetary Nebula Pinwheel Galaxy or M101  || Spiral Galaxy Pinwheel Galaxy or M101 || Spiral Galaxy Bode's Galaxy or M81 || Spiral Galaxy Bode’s Galaxy or M81 || Spiral Galaxy M82 or Cigar Galaxy || Starburst Galaxy M82 or Cigar Galaxy || Starburst Galaxy

આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.

દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.

આ તારા મંડળમાં ૫૧૪ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ

M109 or NGC 3992 || Spiral Galaxy M109 or NGC 3992 || Spiral Galaxy Polaris Alpha Ursae Minoris system || Star System Polaris Alpha Ursae Minoris system || Star System NGC 5474 || Dwarf Galaxy NGC 5474 || Dwarf Galaxy M108 or NGC 3556 || Spiral Galaxy M108 or NGC 3556 || Spiral Galaxy
  તારાવિશ્વ ખુલ્લુંતારકગુચ્છ બંધતારકગુચ્છ નિહારિકા સુપરનોવાઅવશેષ
નરીઆંખેદેખાતા M ૮૧ (બોડ તારાવિશ્વ)
ટેલિસ્કોપ દ્વારા દેખાતા M ૧૦૧ (પીનવ્હીલ તારાવિશ્વ) M ૯૭ (આઉલ નિહારિકા)
M ૮૨ (સિગાર તારાવિશ્વ)        
M ૧૦૯ – – – – – – – –
M ૧૦૮
૧૪
  ૧૯