શર

શર (સેજીટાલ)

શર તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર તીર જેવા આકારને મળતો આવે છે.

કઇ બાજુ દેખાશે…

શૌરી તારામંડળ શર તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે શર તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને ઉલૂપી નામનું બીજું તારામંડળ જોવા મળશે. શર તારામંડળની ઉત્તર બાજુ લોમેશ તથા દક્ષિણ બાજુએ તમને ગરુડ તારામંડળ જોવા મળશે.

શર તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને ઉત્તર ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે.

ક્યારે અને શું દેખાશે…

તે આકાશનો ૮૦ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૮૬ માં નંબરનું તારામંડળ છે.

ભારતમાં આપણે આ તીર જેવો આકાર ધરાવતાં શર તારામંડળને માર્ચ થી નવેમ્બર મહિના સુધી જોઇ શકીએ છીએ.

તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૩૧ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો ગામા સાજીટે છે.

તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૩૧ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ

જોડકા તારાઓ રૂપવિકારી (વેરીએબલ) જોડકા અને રૂપવિકારી તારાઓ એક તારો  (સિંગલ સ્ટાર)
શામ
પૌરાણિક કથા…

હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.

દૂરઅવકાશી રચના…

IC 4997 || Planetary Nebula IC 4997 || Planetary Nebula M1-67 || Planetary Nebula M1-67 || Planetary Nebula M71 or NGC 6838 || Globular Cluster M71 or NGC 6838 || Globular Cluster

આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.

દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.

આ તારા મંડળમાં જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૭ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ

Necklace Nebula || Planetary Nebula Necklace Nebula || Planetary Nebula NGC 6839 || Open Cluster NGC 6839 || Open Cluster NGC 6886 || Planetary Nebula NGC 6886 || Planetary Nebula
  તારાવિશ્વ ખુલ્લુંતારકગુચ્છ બંધતારકગુચ્છ નિહારિકા સુપરનોવાઅવશેષ
નરીઆંખેદેખાતા M ૭૧
ટેલિસ્કોપ દ્વારા દેખાતા