વ્રુષભ

વ્રુષભ (ટોરસ)

વ્રુષભ તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર આખલો જેવા આકારને મળતો આવે છે.

કઇ બાજુ દેખાશે…

મેષ અને તિમિંગલ તારામંડળ વ્રુષભ તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે વ્રુષભ તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને મિથુન નામનું બીજું તારામંડળ જોવા મળશે. વ્રુષભ તારામંડળની ઉત્તર બાજુએ બ્રહ્મમંડલ અને યયાતિ તથા દક્ષિણ બાજુએ તમને મ્રુગ તથા વૈતરિણી તારામંડળ જોવા મળશે.

વ્રુષભ તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને ઉત્તર ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે.

ક્યારે અને શું દેખાશે…

તે આકાશનો ૭૯૭ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૧૭ માં નંબરનું તારામંડળ છે.

ભારતમાં આપણે આ સુંદર આખલો જેવો આકાર ધરાવતાં વ્રુષભ તારામંડળને ઓગસ્ટ થી માર્ચ મહિના સુધી જોઇ શકીએ છીએ.

તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૨૨૨ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો અલ્ડેબ્રાન છે. હિન્દુ નામ રોહિણી છે, જેને નક્ષત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.

તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૨૨૨ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ

જોડકા તારાઓ રૂપવિકારી (વેરીએબલ) જોડકા અને રૂપવિકારી તારાઓ એકતારો  (સિંગલ સ્ટાર)
એલનાથ ટિયાનગુઆન રોહિણી ઇલેક્ટ્રા
એલ્સિઓન પ્રીમ હાયડમ ચામકુય
આઈન માયા એટલાસ
સેકંડ હાયડમ
પૌરાણિક કથા…

હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.

દૂરઅવકાશી રચના…

Crab Nebula or M1 || Supernova Remanat Crab Nebula or M1 || Supernova Remanat Hyades Cluster || Open Cluster Hyades Cluster || Open Cluster Merope Nebula or NGC 1435 || Diffuse Reflection Nebula Merope Nebula or NGC 1435 || Diffuse Reflection Nebula

આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.

દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે. આ નક્ષત્રનો સૌથી તેજસ્વી દૂર અવકાશી રચના M ૪૫ (પ્લેઇડ્સ) છે. હિન્દુ નામ કૃતિકા છે, જેને નક્ષત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ તારા મંડળમાં ૮૬ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ

NGC 1746 || Open Cluster NGC 1746 || Open Cluster NGC 1817 || Open Cluster NGC 1817 || Open Cluster NGC 1409 & NGC 1410 || Interacting Galaxy Pair NGC 1409 & NGC 1410 || Interacting Galaxy Pair
  તારાવિશ્વ ખુલ્લુંતારકગુચ્છ બંધતારકગુચ્છ નિહારિકા સુપરનોવાઅવશેષ
નરીઆંખેદેખાતા M ૪૫ (કૃતિકા)
ટેલિસ્કોપ દ્વારા દેખાતા ૧૨ હિંદની નિહારિકા M ૧ (ક્રેબ નિહારિકા)
 

NGC-1514 || Planetary Nebula NGC-1514 || Planetary Nebula NGC 1555 or Hind's Variable Nebula || Variable Nebula NGC 1555 or Hind’s Variable Nebula || Variable Nebula NGC 1647 || Open Cluster NGC 1647 || Open Cluster