મેષ

મેષ (એરીસ)

મેષ તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે , જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર ઘેંટાના શીંગડા જેવા આકારને મળતો આવે છે.

કઇ બાજુ દેખાશે…

આ તારામંડળની પશ્ચિમમાં મીન, પૂર્વે વૃષભ તારામંડળો આવેલા છે, જયારે ઉત્તરે 

ત્રિકોણ અને યયાતિ અને દક્ષિણે તિમિંગલ તારામંડળો આવેલા છે. આ એક ઉત્તર ગોળાર્ધનું તારામંડળ છે.

વિસ્તારની દ્રષ્ટિએ તે ૪૪૧ ચોરસ ડિગ્રી જેટલોઆકાશનો ભાગ તે આવરીલે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૩૯  નંબરનું તારામંડળ છે.

ક્યારે અને શું દેખાશે…

ક્રાંતિવૃત પર આવેલ હોવાથી આ તારામંડળ નો રાશિચક્ર માં સમાવેશ કરવામાં આવે છે. 

વસંત સંપાત થી શરુ કરીએ તો આ પ્રથમ રાશિ છે. આ રાશિ માં દર વર્ષે ૧૯ એપ્રિલ થી ૧૫ મે દરમિયાન સૂર્ય પ્રવેશ કરે છે. આ તારામંડળને નિહાળવા માટે જુલાઈ થી માર્ચ મહિનાની રાત્રીઓ અનુકૂળ ગણાય છે.

તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૮૩ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા , નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો હમલ છે. તેને અશ્વિની નક્ષત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનો દેખીતો તેજાંક ૨.૦ છે. આ  ઉપરાંત આ તારામંડળ માં ૪૧-એરેટીઝ નામનો તારો છે. જેનો સમાવેશ નક્ષત્રમા થાય છે. તે ભરણી નક્ષત્ર તરીકે જાણીતો છે.

તારામંડળ એ એકલાં , જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે.

આ ૮૩ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી , તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ

જોડકા તારાઓ રૂપવિકારી (વેરીએબલ) જોડકા તારાઓ અને રૂપવિકારી એક તારો  (સિંગલ સ્ટાર)
અશ્વિની ભરાણી લિલી બોરિયા
શેરેતાન મેસરથીમ
બોટિન
પૌરાણિક કથા…

આપણા ઋષિમુનિઓ અને બીજા તત્વવિદ્દો એ જ્યારે આ પ્રથમવાર નીહાળ્યું હશે ત્યારે કલ્પનારુપી અશ્વિની (અશ્વના મુખ) જેવો આકાર દેખાયો હશે . તેની સાથે થોડી લોકવાયકાઓ અને વાતો જોડાયેલી છે. વૈદિક સાહિત્ય પ્રમાણે, અશ્વિની એ મહર્ષિ દધીચિ પાસેથી મધુ વિદ્યા શીખવાની આતુરતા જણાવી. તે વખતે ઇન્દ્ર એ મહર્ષિ દધીચિ જો કોઈ ને પોતાનું જ્ઞાન જણાવશે તો મહર્ષિ દધીચિ નું મસ્તક કપાશે તેવું કહ્યું હતું, ત્યારે અશ્વિની એ મહર્ષિ દધીચિ ને  મસ્તક જે સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે તેની જગ્યા એ ઘોડા(અશ્વ) નું મસ્તક લગાવાનું સૂચવ્યું. જેથી ઇન્દ્ર એ ઘોડા(અશ્વ) નું મસ્તક કાપ્યું અને મહર્ષિ દધીચિ નું સંપૂર્ણ જ્ઞાન ધરાવતું મસ્તક સલામત રહ્યું.

દૂરઅવકાશી રચના…

NGC 772 || unbarred spiral galaxy NGC 772 || unbarred spiral galaxy NGC 1156 || Dwarf Irregular Galaxy NGC 1156 || Dwarf Irregular Galaxy

આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.

દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.

આ તારા મંડળમાં ૧૫૧ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે.

આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ


 

  તારાવિશ્વ ખુલ્લું તારકગુચ્છ બંધ તારકગુચ્છ નિહારિકા સુપરનોવા અવશેષ
નરીઆંખે દેખાતા
ટેલિસ્કોપ દ્વારા દેખાતા ર0
  ર0