બિડાલ

બિડાલ (લિંક્સ)

બિડાલ તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર પ્રાણી જેવા આકારને મળતો આવે છે.

કઇ બાજુ દેખાશે…

બ્રહ્મમંડલ તારામંડળ બિડાલ તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે બિડાલ તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને સપ્તઋષિ અને લઘુસિંહ (સિંહિંકા) નામનાં બીજાં તારામંડળ જોવા મળશે. બિડાલ તારામંડળની ઉત્તર બાજુ જીરાફ તથા દક્ષિણ બાજુએ તમને મિથુન અને કર્ક તારામંડળ જોવા મળશે.

બિડાલ તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને ઉત્તર ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે.

ક્યારે અને શું દેખાશે…

તે આકાશનો ૫૪૫ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૨૮ માં

Constellation Lynx

નંબરનું તારામંડળ છે.

ભારતમાં આપણે આ સુંદર પ્રાણી જેવો આકાર ધરાવતાં બિડાલ તારામંડળને ઓક્ટોબર થી એપ્રિલ મહિના સુધી જોઇ શકીએ છીએ.

તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૯૯ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો આલ્ફા લયન્સીસ છે.

તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૯૯ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ

 

જોડકા તારાઓ રૂપવિકારી (વેરીએબલ) જોડકા અને રૂપવિકારી તારાઓ એક તારો  (સિંગલ સ્ટાર)
અલ્સશ્યિયુકત
પૌરાણિક કથા…

હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.

દૂરઅવકાશી રચના…

NGC 2770 || Spiral Galaxy NGC 2770 || Spiral Galaxy NGC 2419 || Intergalactic Tramp Globular Cluster NGC 2419 || Intergalactic Tramp Globular Cluster NGC 2537 || Blue Compact Dwarf Galaxy NGC 2537 || Blue Compact Dwarf Galaxy

આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.

દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.

આ તારા મંડળમાં ૧૩૬ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ

  તારાવિશ્વ ખુલ્લું તારકગુચ્છ બંધ તારકગુચ્છ નિહારિકા સુપરનોવા અવશેષ
નરીઆંખે દેખાતા
ટેલિસ્કોપ દ્વારા દેખાતા ૧૯
  ૧૯
NGC 2541 || Spiral Galaxy NGC 2541 || Spiral Galaxy NGC 2683 || Spiral Galaxy NGC 2683 || Spiral Galaxy