નૌપ્રુષ્ટ તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર તૂતક જેવા આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…
શ્વાન, કપોત અને ચિત્રકાર તારામંડળ નૌપ્રુષ્ટ તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલાં છે. જો તમે નૌપ્રુષ્ટ તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને નૌવસ્ત્ર, હોકાયંત્ર અને વાસુકી નામનાં બીજાં તારામંડળ જોવા મળશે. નૌપ્રુષ્ટ તારામંડળની ઉત્તર બાજુ એકશ્રુંગી તથા દક્ષિણ બાજુએ તમને નૌતલ તારામંડળ જોવા મળશે.
નૌપ્રુષ્ટ તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે દક્ષિણ ગોળાર્ધનો ભાગ છે.
ક્યારે અને શું દેખાશે…
તે આકાશનો ૬૭૩ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૨૦ માં નંબરનું તારામંડળ છે.
ભારતમાં આપણે આ તૂતક જેવો આકાર ધરાવતાં નૌપ્રુષ્ટ તારામંડળને સપ્ટેમ્બર થી મે મહિના સુધી જોઇ શકીએ છીએ.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૨૬૯ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો નાઓસો છે.
તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૨૬૯ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
જોડકા તારાઓ |
રૂપવિકારી (વેરીએબલ) |
જોડકા અને રૂપવિકારી તારાઓ |
એક તારો (સિંગલ સ્ટાર) |
અઝમિદી |
૪ |
ટ્યુરિસ |
નાઓસો |
૩ |
– |
૨ |
૮ |
૪ |
૪ |
૩ |
૯ |
પૌરાણિક કથા…
હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.
દૂરઅવકાશી રચના…
M46 or NGC 2437 || Open Cluster
M47 or NGC 2422 || Open Cluster
M93 or NGC 2447 || Open Cluster
આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારામંડળમાં ૬૪ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ
NGC 2438 || Planetary Nebula
NGC 2439 || Open Cluster
NGC 2509 || Open cluster
|
તારાવિશ્વ |
ખુલ્લુંતારકગુચ્છ |
બંધતારકગુચ્છ |
નિહારિકા |
સુપરનોવાઅવશેષ |
|
નરીઆંખેદેખાતા |
– |
M ૪૭ |
– |
– |
– |
|
– |
M ૪૬ |
– |
– |
– |
|
– |
M ૯૩ |
– |
– |
– |
|
– |
૪ |
– |
– |
– |
|
ટેલિસ્કોપ દ્વારા દેખાતા |
– |
૧૩ |
– |
– |
– |
|
|
|
|
– |
૨૦ |
– |
– |
– |
|