ત્રિકોણ (ટ્રાઇએંગ્યુલમ ઓસ્ટ્રેલ)
ત્રિકોણ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર ત્રિકોણ જેવા આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…પરકાર તારામંડળ ત્રિકોણ તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે ત્રિકોણ તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને વેદી નામનું બીજું તારામંડળ જોવા મળશે. ત્રિકોણ તારામંડળની ઉત્તર તથા દક્ષિણ બાજુએ તમને અનુક્રમે નોરા તથા ખગ તારામંડળ જોવા મળશે.
ત્રિકોણ તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે દક્ષિણ ગોળાર્ધનો ભાગ છે.
ક્યારે અને શું દેખાશે…તે આકાશનો ૧૧૦ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે
છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૮૩ માં નંબરનું તારામંડળ છે.
ભારતમાં આપણે આ ત્રિકોણ જેવો આકાર ધરાવતાં ત્રિકોણ તારામંડળને જોઈ શકતા નથી.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૩૪ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો એટ્રિયા છે.
તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૩૪ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
જોડકાતારાઓ | રૂપવિકારી (વેરીએબલ) | જોડકાઅનેરૂપવિકારીતારાઓ | એકતારો (સિંગલસ્ટાર) |
૫ | ૨ | ૨ | એટ્રિયા |
– | – | – | ૧૦ |
૫ | ૨ | ૨ | ૧૧ |
પૌરાણિક કથા…
હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.
દૂરઅવકાશી રચના…
ESO-69-6 || Two interacting Galaxies ESO-137-001 || Barred Spiral Galaxy (with ram pressure stripping) Henize 2-138 || Planetary Nebulaઆપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારા મંડળમાં ૯ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ
NGC 5938 || Barred Spiral Galaxy NGC 5979 || Planetary Nebula NGC 6025 || Open clusterતારાવિશ્વ | ખુલ્લુંતારકગુચ્છ | બંધતારકગુચ્છ | નિહારિકા | સુપરનોવાઅવશેષ | ||
નરીઆંખેદેખાતા | – | ૧ | – | – | – | |
ટેલિસ્કોપ દ્વારા દેખાતા | ૬ | – | – | ૨ | – | |
૬ | ૧ | – | ૨ | – |