ખગાષ્વ તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે, ત્યારે તેનો આકાર પાંખવાળા ઘોડો જેવા આકારને મળતો આવે છે.
કઇ બાજુ દેખાશે…
લોમેશ, ઉલૂપી, અષ્વક અને હંસ તારામંડળ ખગાષ્વ તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલાં છે. જો તમે ખગાષ્વ તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને દેવ્ચાની અને મીન નામનાં બીજાં તારામંડળ જોવા મળશે. ખગાષ્વ તારામંડળની ઉત્તર બાજુ શરટ તથા દક્ષિણ બાજુએ તમને કુંભ તારામંડળ જોવા મળશે.
ખગાષ્વ તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને ઉત્તર ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે.
ક્યારે અને શું દેખાશે…
તે આકાશનો ૧૧૨૧ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૭ માં નંબરનું તારામંડળ છે.
ભારતમાં આપણે આ પાંખવાળા ઘોડો જેવો આકાર ધરાવતાં ખગાષ્વ તારામંડળને મે થી ડિસેમ્બર મહિના સુધી જોઇ શકીએ છીએ.
તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૧૭૫ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા, નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો એનઇફ છે. સ્ટાર્સ માર્કબ અને અલ્જેનીબનું હિન્દુ નામ અનુક્રમે પૂર્વા ભાદ્રપદ અને ઉત્તરા ભાદ્રપદ છે, જેને નક્ષત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.
તારામંડળ એ એકલાં, જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે. આ ૧૭૫ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી, તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ
જોડકા તારાઓ |
રૂપવિકારી (વેરીએબલ) |
જોડકા અને રૂપવિકારી તારાઓ |
એક તારો (સિંગલ સ્ટાર) |
હોમામ |
મર્કાબ |
એનઇફ |
સદલબારી |
૪ |
બિહામ |
સ્કીટ |
અલકારબ |
– |
સાલમ |
અલજનિબ |
૩ |
– |
૨ |
માતર |
– |
– |
– |
૧ |
– |
૫ |
૫ |
૫ |
૫ |
પૌરાણિક કથા…
હિંદુ માન્યતા અનુસાર, આ તારામંડળ માટે કોઇ જાણિતી કથા નથી.
દૂરઅવકાશી રચના…
NGC 1 || Spiral Galaxy
NGC 7217 || Spiral Galaxy
NGC 7331 || Spiral Galaxy
આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.
દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકા, સુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.
આ તારા મંડળમાં ૪૫૫ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ
NGC 7479 || Spiral Galaxy
NGC 7673 || Spiral Galaxy
Fried Egg Galaxy or NGC 7742 || Spiral Galaxy
|
તારાવિશ્વ |
ખુલ્લુંતારકગુચ્છ |
બંધતારકગુચ્છ |
નિહારિકા |
સુપરનોવાઅવશેષ |
|
નરીઆંખેદેખાતા |
– |
– |
M ૧૫ (પીગેસસ તારકગુચ્છ) |
– |
– |
|
|
ટેલિસ્કોપ દ્વારા દેખાતા |
૧૯ |
– |
– |
– |
– |
|
|
|
|
૧૯ |
– |
૧ |
– |
– |
|
NGC 7814 || Spiral Galaxy
Pease 1 || Planetary Nebula
Stephans Quintet || Visual Grouping of 5 galaxies