Andromeda


દેવયાની (એનડ્રોમેડા)

દેવયાની તારામંડળ, ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, જ્યારે આ તારામંડળનાં તારાઓને કાલ્પનિક રીતે જોડવામાં આવે ,ત્યારે તેનો આકાર રાજકુંવરી જેવા આકારને મળતો આવે છે.

કાલ્પનિક રાજકુંવરી દેવયાનીનાં ચહેરા પરનો તારો ખગાશ્વ તારામંડળનો પણ ભાગ છે, જે તારામંડળ દેવયાની તારામંડળનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. જો તમે દેવયાની તારામંડળનાં પૂર્વ તરફ નજર કરશો તો તમને ત્રિકોણ નામનું બીજું તારામંડળ જોવા મળશે. દેવયાની તારામંડળની ઉત્તર તથા દક્ષિણ બાજુએ તમને અનુક્રમે શર્મિષ્ઠા તથા મેષ ( કે જે પ્રથમ રાશિ છે ) તારામંડળ જોવા મળશે.

દેવયાની તારામંડળ એ અવકાશી વિષુવવૃત્ત અને ઉત્તર ધ્રુવની મધ્યમાં આવેલું છે, આ કારણે તે સમગ્ર રીતે ઉત્તર ગોળાર્ધનો ભાગ છે.

તે આકાશનો ૭૨૨ ચોરસ ડિગ્રી જેટલો વિસ્તાર આવરી લે છે. તેથી તે વિસ્તારની દ્રષ્ટિએ ૧૯ માં નંબરનું તારામંડળ છે.

આપણે આ સુંદર રાજકુંવરી જેવો આકાર ધરાવતાં દેવયાની તારામંડળને જૂન મહિના થી ફેબ્રુઆરી મહિના સુધી જોઇ શકીએ છીએ. ભારતમાં, તે પાનખર ઋતુમાં એટલે કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં સૌથી સારી રીતે જોઇ શકાય છે.

તમે નરી આંખે, સ્વચ્છ દેખાતા આકાશમાં આ તારામંડળનાં ૧૭૩ તારાઓ જોઇ શકો છો. કારણ કે, તે તારાઓની તેજસ્વીતા , નરી આંખે જોઇ શકાતા તારાઓની તેજસ્વીતા કરતા એટલેકે ૬.૫ દેખીતા તેજાંક કરતા વધુ છે. આ તારામંડળનો સૌથી તેજસ્વી તારો આલ્ફર્ટ્ઝ (સીરાહ) છે. આ તારાનું ભારતીય નામ ઉત્તરાભાદ્રપદ છે કે જે એક નક્ષત્ર પણ છે.

તારામંડળ એ એકલાં , જોડકાં (દેખીતા અને ખરેખર) સમૂહ અને રુપવિકારી તારાઓથી બનેલું છે.

આ ૧૭૩ તારાઓમાંથી ૨૦ સૌથી તેજસ્વી તારાઓની યાદી , તેમનાં પ્રકાર પ્રમાણે નીચે મુજબ છેઃ

જોડકા તારાઓ (ડબલ સ્ટાર)રૂપવિકારી (વેરીએબલ)જોડકા તારાઓ અને રૂપવિકારી)એક તારો (સિંગલ સ્ટાર)
અલ્માકસીરાહનેમબસ
-મીરાક
---
Andromeda shape

ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે , એવું કહેવાય છે કે જ્યારે ઋષિમુનિઓ અને તત્વવિદ્દોએ દેવયાની તારામંડળને પ્રથમવાર નીહાળ્યું હશે ત્યારે તેમને તેનો આકાર એક સુંદર રાજકુંવરી કે જેનાં હાથ બંધાયેલાં છે, તેવું લાગ્યું હશે . જેનું નામ તેમનાં દ્વારા દેવયાની રાખવામાં આવ્યું. દેવયાની તારામંડળ સાથે ઘણી કથાઓ સંકળાયેલી છે. જેમાની એક કથા પ્રમાણે દેવયાની શુક્રાચાર્યજી અને ઉર્જાસ્વતીની પુત્રી છે. જેમાં દેવયાનીની શર્મિષ્ઠા સાથેની મૈત્રી, તેમની વચ્ચે થયેલી શત્રુતા અને દેવયાનીનાં રાજા યયાતિ સાથે થયેલા લગ્નનું વર્ણન છે.

દૂરઅવકાશી રચના

Andromeda Galaxy

Andromeda Galaxy

Andromeda s cluster

Andromeda's Cluster || Mayall ii || Globular Cluster

Blue snowball nebula

Blue Snowball Nebula || Planetary Nebula

આપણે જેટલાં પણ તારાઓ જોઇએ છીએ, તે બધાં આપણી આકાશગંગા તારાવિશ્વનાં જ છે. તેજસ્વી તારાઓને નરી આંખે જોઇ શકાય છે અને ઝાંખા તારાઓને ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આકાશનો આ પડદો જે આપણે દ્વિ- પરિમાણમાં જોઇએ છીએ, તે વાસ્તવમાં ત્રી- પરિમાણ ધરાવતાં બ્રહ્માંડની વાત છે.

દરેક તારામંડળ માં ખૂબ બધી ઝાંખી અવકાશી રચનાઓ જોવા મળે છે. તેમને અંતર અને પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. આપણી આકાશગંગાની તક્તીમાં જુદાં જુદાં પ્રકારની નિહારીકાઓ જેમકે ઉત્સર્જન નિહારીકા, પરાવર્તન નિહારીકા, અંધારી કે શ્યામ નિહારીકા, તારાઓને જન્મ આપતી કે ગ્રહીય નિહારીકાસુપરનોવા અવશેષ તથા ખુલ્લાં તારકગુચ્છ આવેલાં છે. આ ઉપરાંત બંધ તારકગુચ્છ પણ આવેલાં છે કે જે આપણા તારાવિશ્વનાં પ્રભામંડળમાં જોવાં મળે છે. અમુક દૂરનાં પદાર્થો જેવાંકે બીજાં તારાવિશ્વો પણ ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાય છે. આવી રચનાઓને “દૂર અવકાશી રચનાઓ” તરીકે ઓળખવામાં આવે છે.

આ તારા મંડળમાં ૧૯૮ જુદા જુદા પ્રકારની આવી દૂર અવકાશી રચનાઓ આવેલ છે. આ બધાંમાથી સૌથી રસપ્રદ દેવયાની સર્પિલાકાર તારાવિશ્વ છે કે જે નરી આંખે પણ જોવા મળે છે. તે નરી આંખે દેખાતો સૌથી દૂરનો એટલે કે ૨૨ લાખ પ્રકાશ વર્ષ (૨.૨ મિલિયન લાઈટ ઇયર) જેટલાં અંતરે આવેલો પદાર્થ છે.

આ તારામંડળનાં ૨૦ સૌથી તેજસ્વી એવાં દૂર અવકાશી પદાર્થોની યાદી નીચે મુજબ છેઃ

NGC 90 and NGC 93

NGC 90 & NGC 93 || Interacting Spiral Galaxies

NGC 68 || Group of galaxy with a lenticular galaxy at centre

NGC 68 || Galaxy Cluster

તારાવિશ્વખુલ્લું તારકગુચ્છબંધ તારકગુચ્છનિહારિકાસુપરનોવા અવશેષ
નરીઆંખે દેખાતાM ૩૧ (દેવયાની તારાવિશ્વ)---
ટેલિસ્કોપ દ્વારા દેખાતાM ૧૧૦
M ૩૨
૧૩
--
૨૦ =૧૬--

M32 Le Gentil || Dwarf Galaxy

M110 || Open Cluster

NGC 206 || Brightest Star cloud